મેષ : આપના કામમાં વ્યસ્ત રહેવાની સાથે જાહેરક્ષેત્રના કામ, સંસ્થાકીય કામમાં દોડધામ રહે. અન્યનો સહકાર મળી રહે.
વૃષભ : આપના કામકાજ અંગે સતત દોડધામ- શ્રમ અનુભવાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારની મુશ્કેલી રહે.
મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સરળતા- સાનુકૂળતા મળી રહેતાં કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા રહે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. ઉતાવળમાં કાર્યમાં ભૂલો ના થાય તેની તકેદારી રાખવી પડે.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ-ઉત્સાહ રહે. પરદેશના કામ થાય.
કન્યા : આપના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા જણાય. લાભ થાય.
તુલા : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહીને તેનો ઉકેલ લાવી શકો. અન્યનો સાથ-સહકાર મળી રહે.
વૃશ્ચિક : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કાર્યવાહીમાં આપને પ્રતિકૂળતા જણાય. આપની મુશ્કેલીમાં વધારો થતો જાય.
ધન : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-દોડધામ-ખર્ચ જણાય. પરદેશના કામકાજમાં સરળતા-સાનુકૂળતા મળી રહે.
મકર : દિવસ દરમ્યાન સતત આપે કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ઘર-પરિવારના કામ અંગે દોડધામ- શ્રમ જણાય.
કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી આનંદ-ઉત્સાહ રહે.
મીન : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી દૂર રહેવું.
- અગ્નિદત્ત પદમનાભ