વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ લગ્ન કરી લીધા હોવાની ફેક તસવીરો વાયરલ



- વિજયના એક ચાહકે એકટરની તસવીરને મોફર્ડ કરી છે અન ેએ તસવીર ફેન-એડિટેડ છે

મુંબઇ: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે વિજયે એક ચેટ શો દરમિયાન આ વાતને નકારીને અફવામાં ખપાવી હતી.

હાલમાં જ સોશિયલ મીડિયા પર વિજય દેવરકોંડા અને રશ્મિકાએ લગ્ન કરી લીધા હોવાની એક તસવીર વાયરલ થઇ હતી. યુગલે ગળામાં સફેદ ફૂલની માળા પહેરી છે તેમજ વિજયના માથા પર સાફો બાંધવામાં આવ્યો હોવાનું જોવા મળે છે. વિજય અને રશ્મિકાની આ તસવીર વાયરલ થયા પછી ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઇ છે.

જોકે વિજય અને રશ્મિકાની વાયરલ થયેલી આ તસવીર ખોટી છે. વાસ્તવમાં વિજયના એક ફેને એકટરની તસવીરને મોફર્ડ કરી છે અને આ ફોટો ફેન-એડિટેડ છે. એવામાં વિજય અન ેરશ્મિકાએ લગ્ન કરી લીધા હોવાની વાત સાવ જ ખોટી છે



Source link

Leave a Comment