આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ
માણસામાં સૌથી વધુ ૧૮ સહિત જિલ્લાની પાંચેય બેઠકમાં કુલ ૬૬ ઉમેદવારો મેદાને ઃ માણસા બેઠક ઉપર બે બેલેટ યુનિટ ગોઠવાશે
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર
ભરવાના અંતિમ દિવસ બાદ ઉમેદવારીપત્રોની
ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૫૧ જેટલા ફોર્મ રદ થઇ જતા જિલ્લામાં ૭૪ જેટલા
ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા જે પૈકી આજે આઠ ઉમેદવારોએ ચૂંટણીજંગમાંથી હટી જતા ૬૬
ઉમેદવારો રહ્યા છે. આવતીકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે
બપોરે ત્રણ વાગ્યા બાદ વિધાનસભાના ચૂંટણી જંગમાં કેટલા ઉેમદવાર મેદાનમાં રહે છે તે
નકકી થઇ જશે.
ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી જંગ
ખેલાઇ રહ્યો છે. જે અંતર્ગતે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે જિલ્લામાં કુલ ૧૨૫
જેટલા ઉેમદવારો મેદાને રહ્યા હતા. જેમાં ગઇકાલે ઉમેદવારીપત્રો ચકાસણી બાદ ૫૧જેટલા
ઉમેદવારોના ફોર્મ રદ થઇ જતા ચૂંટણી જંગમાં ૭૪ ઉમેદવાર મેદાને રહ્યા હતા. સ્કૂટીની
પ્રક્રિયા બાદ ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી જે અંતર્ગત કુલ આઠ
ફોર્મ પરત ખેંચાયા હતા.જેથી કુલ ૬૬ ઉમેદવારો મેદાને જંગમાં રહ્યા હતા.જેમાં સૌથી
વધુ માણસામાં ૧૮,ગાંધીનગર
દક્ષિણ અને કલોલમાં ૧૩-૧૩,
ઉત્તરમાં ૧૨ જ્યારે દહેગામમાં ૧૦ ઉમેદવારોનો સમાવેશથાય છે. ચૂંટણી તંત્રના
જાહેરનામાં મુજબ આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ચૂંટણી
લડવા નહીં માંગતા ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચવાની અરજી તંત્રને આપવી પડશે.
ત્યાર બાદ જ
જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે સ્પષ્ટ થઇ જશે.
પરંતુ હાલની સ્થિતિ ઉપર નજર કરીએ તો જિલ્લાની એક વિધાનસભા બેઠકા ઉપર ૧૫થી વધુ
ઉમેદવારો છે જો આ ઉમેદવારો યથાવત રહેશે તો,
માણસાની આ બેઠક ઉપર બે બેલેટ યનિટ ગોઠવવાની ચૂંટણી તંત્રને ફરજ પડશે.