વિધાનસભા ચૂંટણીના પડઘમ, ગુજરાતમાં 2 દિવસ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના ધામા– આ બેઠકમાં મતદાર યાદી, મતદાન બેઠક, સંવેદનશીલ બૂથ અંગે ચર્ચા કરવામાં આવશે

ગાંધીનગર, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) માટે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ચૂંટણી પંચ પણ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને તમામ જિલ્લાના પોલીસ તથા અમદાવાદ, સુરત, બરોડા, જામનગરના પોલીસ કમિશનર પણ હાજર રહેશે. અમદાવાદમાં ખાનગી હોટલમાં આ બેઠકોનો દોર બે દિવસ સુધી યોજાશે. કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી ગુજરાતમાં અનેક બેઠકો યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે.

આ બેઠકમાં મતદાર યાદી, મતદાન બેઠક, સંવેદનશીલ બૂથ અંગે તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તમામ જિલ્લાઓના કલેક્ટર અને SP સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે. અમદાવાદની ખાનગી હોટેલોમાં બેઠક શરૂ થઈ ચૂકી છે. 

કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત મુલાકાત અગાઉ જ રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્યાની અધિક મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિમણૂંક કકરવામાં આવી હતી અને ગાંધીનગર કલેક્ટર તરીકે ગાંધીનગર DDO ડો. સુરભી ગૌતમને ચાર્જ સોંપવામાં આવ્યો છે. Source link

Leave a Comment