વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબના શેરમાં થયો બમ્પર વધારો 4 મહિનામાં રૂપિયા ડબલ


High Return Share: ગુજરાતની કંપની વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સએ થોડાજ સમય પહેલા પોતાનો આઇપીઓ બહાર પાડયો હતો. કંપનીના શેર 24 મેં 2022 ના રોજ રૂ.326 ના ભાવથી અંદાજે 3% પ્રીમિયમના ભાવથી લિસ્ટ થયા અને અંતમાં રૂ.351.75 ના ભાવથી બંધ થયા હતા. લિસ્ટિંગ પછીના 4 મહિનામાં આ શેરે રોકાણકારોને 100% થી પણ વધુનું વળતર આપ્યું છે.

આ પણ વાંચોઃ PPF: પીપીએફ ખાતાધારકનું અચાનક મૃત્યુ થાય તો ભરેલા રૂપિયા કોને મળશે? જાણો શું છે નિયમ

4 મહિનામાં 1 લાખના બન્યા 2.10 લાખ

વિનશ પાઇપ્સ એન્ડ ટ્યુબના શેર 15 જુલાઈ 2022 એ બોમ્બે સ્ટોક એક્ચેન્જ પર રૂ.334.55 ના ભાવ પર હતો. કંપનીના શેર 21 નવેમ્બર 2022 એ બીએસઇ પર રૂ.704.25 ના સ્તરે બંધ થયા છે. આ કંપનીના શેરએ છેલ્લા 4 મહિનામાં 100% થી વધુનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 15 જુલાઈ 2022 એ આ શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હશે અને એ રોકાણ એમનુંએમ રાખેલું હશે તો આજે એની કિંમત રૂ.2.10 લાખ હશે.

આ પણ વાંચોઃ Sensex@62000: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે ત્યારે શેર ખરીદવા કે વેચવા? શું કહે છે એક્સપર્ટ

2 મહિનામાં 200 નો વધારો

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સના શેરોની કિંમત છેલ્લા 2 મહિનામાં આશરે રૂ.200 વધી ગયા છે. આ શેરની કિંમત  15 સપ્ટેમ્બર 2022 એ રૂ.506.45 હતી. જેનો ભાવ 21 નવેમ્બર 2022 એ ભાવ રૂ.704.25 રહ્યો હતો. કંપની શેરોનું 52 અઠવાડિયામાં મહત્તમ ભાવ રૂ.774.95 રહ્યું છે. તેમજ આટલાંજ સમયમાં શેરનો ન્યુનતમ ભાવ રૂ.316.40 રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 1430 કરોડ રૂપિયા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Darshit Gangadia

First published:

Tags: Best Share, Investment રોકાણ, Share bazar, Stock InvestmentSource link

Leave a Comment