મીડિયા સાથે વાત કરતાં રોહિતે આ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું, ‘તમારી પાસે વિકલ્પો ઉપલબ્ધ હોય તે હંમેશા સારું રહે છે. વર્લ્ડ કપમાં જવા માટે ટીમમાં ફ્લેક્શિબિલીટી હોવી જરૂરી છે. તમે ઈચ્છો છો કે ખેલાડીઓ કોઈપણ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ બેટિંગ કરે. જ્યારે આપણે કંઈક નવું કરવાનો પ્રયાસ કરીએ છીએ, તેનો અર્થ એ નથી કે કોઈ સમસ્યા છે.
કેપ્ટન રોહિત શર્માએ આગળ કહ્યું અમે બધા ખેલાડીઓની ગુણવત્તાને સમજીએ છીએ અને તે અમારા માટે મેચમાં શું આપી શકે છે. પરંતુ હાં, અમારા માટે એક વિકલ્પ (વિરાટ કોહલીથી ઓપનિંગ) છે, તેને અમે હંમેશા ધ્યાનમાં રાખીશું. કેમ કે અમે ટીમમાં ત્રીજો ઓપનર લીધો નથી. કોહલી પોતાની ફ્રેન્ચાઈઝી માટે ઓપન કરે છે અને તેમને વાસ્તવમાં ત્યાં સારૂ પ્રદર્શન કર્યું છે, તેથી અમારા માટે એક વિકલ્પ છે.
આ પણ વાંચો: મોહમ્મદ શમી બાદ વધુ એક બોલર ટીમ ઈન્ડિયામાંથી બહાર, જાણો તેને કેવા પ્રકારની ઈજા થઈ?
જણાવી દઈએ કે કોહલી IPL ફ્રેન્ચાઇઝી RCB માટે ઓપનરની ભૂમિકા નિભાવી રહ્યો છે, તો બીજી તરફ તાજેતરમાં એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં કોહલીએ T20 ઇન્ટરનેશનલમાં પોતાની પ્રથમ સદી ઓપનિંગ કરતી ફટકારી હતી. હવે એ વાત સામે આવી રહી છે કે કોહલી ઓપનર તરીકે આવનારી મેચમાં રમશે કે કેમ? જોકે રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કોહલીની ઓપનિંગને વિકલ્પ તરીકે જણાવીને વાતને આગળ વધારી છે.
રોહિત અને કેએલ રાહુલ ઓપનિંગ જોડી હશે
રોહિતે કેએલ રાહુલ વિશે પણ ચર્ચા કરી અને કહ્યું, ‘વિરાટ કોહલી અમારો ત્રીજો ઓપનર છે અને તેણે કેટલીક મેચોમાં ઓપનિંગ કરવી પડશે પરંતુ કેએલ રાહુલ ટી20 વર્લ્ડ કપમાં અમારા માટે ઓપનિંગ કરશે. કેએલનું પ્રદર્શન કોઈનું ધ્યાન જતું નથી. જોકે તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે.
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટમેન), દિનેશ કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bcci T20 World Cup, Cricket t20 world cup, T20 world cup, રોહિત શર્મા, વિરાટ કોહલી