વેસુના કેનલ વોલ્ક શોપર્સ અને વીઆઇપી હાઇટ્સમાં સ્પાની આડમાં કૂટણખાના મળ્યા


– કેનલ વોલ્ક શોપર્સના રેડ અર્બન સ્પાના મેનેજર સહિત 3 અને વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા સ્પાના મેનેજર સહિત ચારની ધરપકડઃ કુલ સાત યુવતીને ડિટેઇન કર્યા બાદ મુકત કરાઇ

સુરત
વેસુ કેનાલ રોડના કેનલ વોલ્ક શોપર્સમાં રેડ અર્બન સ્પા અને વીઆઇપી રોડના વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા નામના સ્પામાં દરોડા પાડી કૂટણખાનું ઝડપી પાડી બે મેનેજર, અને પાંચ ગ્રાહકની ધરપકડ કરી બંને સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે. જયારે સાત લલનાને ડિટેઇન કરી હતી.
વેસુ પોલીસે બાતમીના આધારે કેનાલ રોડ સ્થિત કેનલ વોલ્ક શોપર્સમાં ચાલતા રેડ અર્બન સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી મેનેજર અજય જગન્નાથ તાયડે (ઉ.વ. 30 રહે. સુમન અમૃત આવાસ, સોહમ સર્કલ, અલથાણ) અને 2 ગ્રાહકની ધરપકડ કરી રોકડા રૂ. 2500 કબ્જે લીધા હતા. સ્પામાં કામ કરતી બે લલનાને ડિટેઇન કર્યા બાદ મુકત કરી હતી. જયારે સ્પા માલિક અનિલ જાદવને વોન્ટેડ જાહેર કર્યો હતો. મેનેજર અજયની પૂછપરછમાં મસાજ માટે રૂ. 1000 અને શરીરસુખ માટે રૂ. 1000 ગ્રાહકો પાસેથી વસુલતા હતા અને લલનાને રૂ. 500 ચુકવતા હતા. જયારે વીઆઇપી રોડ સ્થિત રૂંગટા શોપીંગ સેન્ટરની સામે વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા નામના સ્પામાં પણ પોલીસે દરોડા પાડયા હતા. જયાંથી મેનેજર સોજીબ અબ્દુલ મંડલ (ઉ.વ. 24 રહે. મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ભટાર ચાર રસ્તા) અને 3 ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે 5 લલનાને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધર્યા બાદ મુકત કરી હતી. પોલીસે મોબાઇલ સહિત રૂ. 23 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે સ્પા માલિક પ્રદીપ સુજોય ક્ષેત્રપાલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસના દરોડાના ગણતરીના કલાકોમાં કૂટણખાના ફરીથી ધમધમતા થઇ જાય છે
શહેરમાં બિલાડીના ટોપની જેમ ધમધમતા સ્પાની આડમાં કૂટણખાના પોલીસના દરોડા બાદ બંધ થવા જોઇએ. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે પોલીસ કાર્યવાહીના ગણતરીના કલાકોમાં જ સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો ધમધમતા થઇ જાય છે. ગત રાતે પોલીસે રેડ અર્બન સ્પામાં દરોડા પાડયા તેના ગણતરીના દિવસો અગાઉ એટલે કે 7 નવેમ્બરે પણ પોલીસે દરોડા પાડી મેનેજર અજય તાયડે, ત્રણ ગ્રાહક અને બે લલના વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. જયારે 1 નવેમ્બરે પાર્લેપોઇન્ટના ત્રિભુવન કોમ્પ્લેક્ષમાં હેપ્પી ફેમિલી સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનામાં 1 નવેમ્બરે પોલીસે દરોડા પાડી મેનેજર, લલના અને ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે 15 નવેમ્બરે પણ હેપ્પી ફેમિલી સ્પામાં દરોડા પાડી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.Source link

Leave a Comment