વ્યારા: AAPના પંજાબના CM માનના રોડ શો દરમિયાન મોદી-મોદી ના નારા લાગ્યા


તાપી, તા. 23 નવેમ્બર 2022 બુધવાર

આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો વ્યારામાં રોડ શો યોજાયો. 

જોકે સીએમ માનના રોડ શો દરમિયાન “મોદી મોદી’ના નારા લાગ્યા. જે મુદ્દે ભગવંત માનનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે મોદી મોદીના નારા લગાવનારે પ્રોત્સાહન માટે તાળી પાડી કારણ કે એ લોકોના ખાતામાં 15 લાખ જમા થઈ ગયા હશે. 

આપના ભગવંત માને સરકાર બનાવવા માટે કહ્યું કે અમે સર્વેમાં નથી આવતા, અમે સરકારમાં જ આવીએ છીએ.Source link

Leave a Comment