મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું હતું કે “વિરાટે અફઘાનિસ્તાન સામે જે ઇનિંગ રમી તે સાબિત કરી દીધું છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં બેટિંગ કરવા સક્ષમ છે પરંતુ તેનો અર્થ એ નથી કે રાહુલ ભારત માટે બિલકુલ રમી શકશે નહીં. હા એ ચોક્કસ છે કે અમને વિરાટ કોહલીના રૂપમાં ત્રીજો ઓપનર મળ્યો છે, એટલે કે હવે તે એક નવા વિકલ્પ અને બેકઅપ ઓપનર તરીકે આપણી પાસે છે.
આ પણ વાંચો- ભારત vs ઓસ્ટ્રેલિયા : સિરીઝમાં બની શકે છે અનેક રેકોર્ડ
ટીમ માટે રાહુલની ભૂમિકા મહત્વની
રોહિતે એ પણ સ્પષ્ટ કર્યું કે કેએલ રાહુલના પ્રદર્શનને નજરઅંદાજ કરવામાં આવે છે પરંતુ તે વાત જાણી લેવી જાણવું જરૂરી છે કે રાહુલ ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. તે ઉપરાંત રોહિતે કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમાનાર સિરીઝમાં માત્ર રાહુલ ભારત માટે ઓપનિંગ કરશે. ભારતીય કેપ્ટને એમ પણ કહ્યું કે “અમે જાણીએ છીએ કે આપણી અંદર શું ખીચડી રંધાઇ રહી છે.” અમે અમારી સોચને (વિચારસરણી) લઈને એકદમ ક્લિયર છીએ કે રાહુલની ભૂમિકા ટીમ માટે કેટલી મહત્વપૂર્ણ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ (IND vs AUS) 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે, જેના માટે બંને ટીમો જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IND vs AUS, Rohit sharma record, Team india, ભારતીય ક્રિકેટ ટીમ, રોહિત શર્મા, વિરાટ કોહલી