શું બ્રહ્માસ્ત્ર માટે રણબીર કપૂરે ફી નથી લીધી? અયાન મુખર્જીએ કર્યો મોટો ખુલાસો


બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખર્જીએ હાલમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. અયાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ ફિલ્મ માટે રણબીર કપૂરે કોઈ ફી નથી લીધી. સાથે જ ડાયરેક્ટરે કહ્યું કે, આ ફિલ્મ માટે આલિયાએ પણ ઘણા ઓછા પૈસા લીધા હતા. હકીકતમાં કેટલાક લોકો આ ફિલ્મને હિટ માની રહ્યા છે, તો કેટલાક લોકો આ વાતથી સહમત નથી કેમ કે ફિલ્મનું બજેટ ઘણું વધારે હતું. તેથી અયાને હવે આ મામલે ખુલાસો કર્યો છે.

આ પણ વાંચોઃ-Brahmastra: બ્રહ્માસ્ત્ર એ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પછાડી, ડાયરેક્ટર અગ્નિહોત્રીએ કહ્યું, ‘પેડ PRથી પછાડી છે’

રણબીરે ફી નથી લીધી

ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ જણાવ્યું કે, અયાને ફિલ્મના બજેટને લઈને ખુલાસો કર્યો છે. તેણે કહ્યું, હકીકત એ છે કે આ ફિલ્મ ઘણા બધા પર્સનલ સેક્રિફાઈઝના કારણે બની છે. તે પણ સત્ય છે કે રણબીર એક સ્ટાર એક્ટર તરીકે જેટલા પૈસા કમાય છે, તે હિસાબથી તેણે બ્રહ્માસ્ત્ર માટે કંઈ પણ નથી લીધું. આ એક મોટી વાત છે કેમ કે તેના સપોર્ટ વગર આ ફિલ્મ કદાચ ન બની શકી હોત.

આલિયાની ફી ફિલ્મ બનાવવામાં જતી રહી

અયાને સાથે આલિયા વિશે પણ વાત કરતા જણાવ્યું કે, તેણે 2014માં ફિલ્મને જોઈન કરી હતી, તે સમયે તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ હતી. તે સમયે તે એટલી મોટી સ્ટાર નહોતી જેટલી આજે છે. આ ફિલ્મમાં આલિયા માટે ઘણી ઓછી અમાઉન્ટ ફિક્સ કરવામાં આવી હતી. ફિલ્મ પૂરી થઈ ત્યારે આલિયાએ કહ્યું કે, તેની ફીના પૈસા પણ ફિલ્મ બનાવવામાં જતા રહ્યા છે.

રણબીર કપૂરે ફી ન લેવા પર આપી પ્રતિક્રિયા

રણબીર કપૂરે પોતાની ફીને લઈને કહ્યું, તમે જે પ્રશ્ન પૂછ્યો કે મેં કોઈ ચાર્જ નથી લીધો, પણ ખરેખર મેં ચાર્જ કર્યો છે. આ ફિલ્મ જીવનભર મારા માટે ઈક્વિટી છે, હું ફિલ્મ માટે એક પ્રોડ્યુસર પણ છું. મેં પાર્ટ 1 માટે પૈસા નથી, પરંતુ મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ત્રણ પાર્ટમાં જેટલી કમાણી કરશે, તે એક એક્ટર તરીકે ફી અને બીજી વસ્તુઓ કરતા વધારે હશે.

ફિલ્મના બજેટને લઈને કન્ફ્યુઝન

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ફિલ્મ 400 કરોડના બજેટમાં નહીં પરંતુ 650 કરોડના બજેટમાં બની છે. જો કે આ પહેલા રણબીરે જણાવ્યું હતું કે, 650 કરોડનું બજેટ હકીકતમાં બ્રહ્માસ્ત્રના ત્રણ પાર્ટ માટે ફિક્સ કરવામાં આવ્યું છે. રણબીરે જણાવ્યું કે, અત્યારે અમે ઘણું બધું વાંચી રહ્યા છીએ જેમાં લોકો અમારી ફિલ્મના બજેટ વિશે વાત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ફિલ્મનું આટલું બજેટ છે અને આટલી રિકવરી છે પરંતુ બ્રહ્માસ્ત્રનું બજેટ એક પાર્ટ માટે નહીં પણ સંપૂર્ણ ટ્રાયલોજી માટે છે.

Published by:Priyanka Panchal

First published:

Tags: Alia Bhatt, Brahmastra, Ranbir KapoorSource link

Leave a Comment