ઈજાના કારણે બુમરાહ હવે T20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. BCCIએ તેની વેબસાઈટ પર જાણકારી આપી છે કે મેડિકલ ટીમે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દીધો છે. ટૂંક સમયમાં બીસીસીઆઈ આ માર્કી ટૂર્નામેન્ટ માટે બુમરાહના સ્થાનની જાહેરાત કરશે.
આ પણ વાંચો : મહિલા ટી-20 વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ ટક્કર
અહેવાલો અનુસાર, બુમરાહના સ્થાને મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવી શકે છે. બીજી તરફ શેન વોટસનનું માનવું છે કે સિરાજને તક મળવી જોઈએ.
મોહમ્મદ સિરાજ પાસે સ્વિંગ કરવાની ક્ષમતા છે - શેન વોટસન
ICC રિવ્યુના તાજેતરના એપિસોડમાં શેન વોટસને કહ્યું, ‘હું બુમરાહના સ્થાને સિરાજને તક આપીશ કારણ કે તેની પાસે ઘણી ફાયરપાવર છે. બુમરાહના બહાર થવાથી ભારતને ઓસ્ટ્રેલિયાના મોટા મેદાનોમાં જરૂરી ગતિ અને ઉછાળો નહીં મળે. સિરાજ ખૂબ જ તેજ બોલ ફેંકે છે અને બોલને બહાર સ્વિંગ પણ કરે છે. આ સિવાય તેની ડિફેન્સિવ સ્કિલ પણ ઘણી સારી છે. તે પાછલા કેટલાક વર્ષથી વધુ સારો બોલર બન્યો છે. અમે તેને IPLમાં જેટલો જોયો છે તેને ધ્યાનમાં રાખીને તે ખૂબ જ સારો બોલર બની શકે છે.
તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ માટે બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે ટીમ માટે ત્રીજી T20 મેચ રમી શકે છે. આવી સ્થિતિમાં તેમનો દાવો પણ મજબૂત દેખાઈ રહ્યો છે. જો કે, સિરાજ લાંબા સમયથી ભારતીય T20 ટીમમાંથી બહાર છે અને તે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jasprit bumrah, Sports news