શ્રદ્ધા મર્ડર કેસ : ‘હવે તો દૃશ્યમ-2 આવી ગઈ’, સવાલો પર આફતાબની ગોળ-ગોળ વાતોથી પોલીસ પણ હેરાન



નવી દિલ્હી, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર

શ્રદ્ધા વૉલ્કરની હત્યાનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. પોલીસ પણ આફતાબ પાસેથી સત્ય બહાર લાવવામાં તમામ પ્રયાસો કરી રહી છે. પૉલીગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. જોકે શાતિર આફતાબ ગોળ-ગોળ જલવાબ આપી રહ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબ સતત ખોટું બોલી રહ્યો છે. આ કેસ હવે કોઈ ફિલ્મની કહાનીની જેમ આગળ વધી રહ્યો છે.

પોલીસને આવી રીતે જવાબ આપી રહ્યો છે આફતાબ

આફતાબને જ્યારે હિન્દીમાં પ્રશ્નો કરાયા તો તેણે અંગ્રેજીમાં જલાબો આપ્યા છે. તેણે મોટાભાગના પ્રશ્નોના એક-બે લાઈનમાં જવાબ આપ્યા છે. કેટલાક સવાલો પર તે હસી રહ્યો છે. આફતાબને પૂછાયું કે, શું તે દૃશ્યમ ફિલ્મ જોઈ, તો તેણે કહ્યું, હવે તો દૃશ્યમ-2 આવી ગઈ. તો કેટલાક પ્રશ્નોમાં તેણે એટલું જ કહ્યું કે, તેને કંઈ યાદ નથી.

સતત ખોટું બોલી રહ્યો છે આફતાબ

શાતિર આફતાબને એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવી રહ્યો છે કે, તેણે શ્રદ્ધાની હત્યા અચાનક ગુસ્સામાં કરી હતી કે પછી સમજી-વિચારીને હત્યાનું કાવતરું રચ્યું હતું. દિલ્હી પોલીસનું માનીએ તો આ પ્રશ્ન પર આફતાબ સતત ખોટું બોલી રહ્યો છે અને અહીંથી પોલીસને લગભગ ખાતરી થઈ છે કે, આફતાબે શ્રદ્ધાની હત્યા અચાનક નથી કરી, પરંતુ તે લાંબા સમયથી શ્રદ્ધાની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.

પોલીસે રિમાન્ડ લેટરમાં શું લખ્યું ?

તો બીજી તરફ કોર્ટ સમક્ષ પોલીસે રિમાન્ડ લેટર રજૂ કર્યો હતો અને લેટરમાં લખ્યું હતું કે, આફતાબ પાસેથી પોલીસને એક એવી નોટ મળી છે, જેમાં આફતાબ લાશના ટુકડાનો તમામ હિસાબ રાખતો હતો. એટલે કે તેણે લાશનો કયો ભાગ ક્યાં મૂક્યો તે અંગે પણ નોટમાં લખતો હતો.

પૉલીગ્રાફી ટેસ્ટ દરમિયાન આરોપીની બૉડી લેંગ્વેસ સામાન્ય લાગી રહી છે

આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં આફતાબ જેટલીવાર સામે આવ્યો છે, ત્યારે તેના હાવભાવ પરથી બિલકુલ એવું લાગી રહ્યું નથી કે, તે પોલીસ સામે થોડો પણ હેરાન છે અને ઘભરાઈ રહ્યો છે. દિલ્હી પોલીસ પણ આફતાબના સામાન્ય વર્તન અને તેણે કંઈ જ કર્યું નથી તેવો હાવભાવ જોઈ પરેશાન જોવા મળી રહી છે.

પૉલીગ્રાફ ટેસ્ટમાં આફતાબને શું પ્રશ્નો કરાયા ?

ગઈકાલે ગુરુવારે પૉલીગ્રાફી ટેસ્ટનો પ્રથમ પડાવ પુરો થયો હતો. નિષ્ણાંતોએ આફતાબને કેસ સાથે જોડાયેલા આ મુખ્ય પ્રશ્નો પૂછ્યા હતા.

શ્રદ્ધાની હત્યા શા માટે કરી ?

  • તે કયા હથિયારથી શ્રદ્ધાની હત્યા કરી ?
  • શરીરને જાતે કાપ્યું કે અન્ય કોઈ રીતે ?
  • શ્રાદ્ધના ટુકડા કરતી વખતે જરા પણ દયા ન આવી ?
  • શ્રદ્ધાના શરીરના ટુકડા ક્યાં ક્યાં ફેંક્યા ?
  • શ્રધ્ધાની હત્યા કર્યા પછી તે શું શું કર્યું ?
  • જે હથિયારથી હત્યા કરી તે હથિયાર ક્યાં છે ?
  • મારવાના કાવતરા હેઠળ શ્રદ્ધાને દિલ્હી લાવ્યો ?
  • તને શ્રદ્ધાની હત્યા કરવાનોનો અફસોસ છે ?

શાતિર બદમાશોની જેમ વર્તન કરતો હતો આફતાબ

અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આફતાબ ખૂબ જ ચાલાક બદમાશની જેમ વર્તન દેખાડી રહ્યો છે. કદાચ આ તમામ બાબતો તેના માટે બિલકૂલ નવી નથી, કારણ કે આ તમામ ટેસ્ટ અને તપાસ માટે આફતાબ માનસિક રીતે તૈયાર દેખાઈ રહ્યો છે. પોલીસ શુક્રવારે આફતાબને લઈને FSL પહોંચી. અહીં તેનો પૉલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. આ પહેલા આફતાબની મેડિકલ તપાસ કરાશે. જો આફતાબની તબિયત સારી હશે, તો ફરી પૉલીગ્રાફની પ્રક્રિયાને આગળ વધારાશે.



Source link

Leave a Comment