શ્રેયસે તોડ્યો પાકિસ્તાનના પૂર્વ ખેલાડીનો રેકોર્ડ, ઐયરનું ન્યુઝીલેન્ડ સામે પણ સતત શ્રેષ્ઠ પ્રદર્શન


શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી

શ્રેયસ અય્યરની છેલ્લી 8 વન-ડેમાં શ્રેષ્ઠ બેટીંગ કરી 5 વખત ફિફ્ટી ફટકારી

નવી દિલ્હી, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર

આજે ન્યુઝીલેન્ડની ટીમ સામે ભારતનો પરાજય થયો છે. જોકે આ મેચમાં શ્રેયસ ઐયરે ખાસ મહત્વના રેકોર્ડ તોડ્યા છે. શ્રેયસ ઐયરે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ રમીઝ રાજાના રેકોર્ડની બરોબરી કરી છે. ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે ઓકલેન્ડમાં યોજાયેલ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ટીમમાં સ્થાન મેળવ્યું હતું. શ્રેયસે 76 બોલમાં 80 રનની શાનદાર બેટિંગ કરી હતી. શ્રેયસે આ ઇનિંગમાં ચાર સિક્સર અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસની આ ઇનિંગને પરિણામે ભારતીય ટીમ 300થી વધુ રન બનાવી શકી હતી.

શ્રેયસ ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં ચોથી વખત રમ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની તમામ મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. આ શાનદાર ઇનિંગ બાદ શ્રેયસે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. શ્રેયસ હવે ન્યૂઝીલેન્ડની ધરતી પર સતત ચાર વખત પચાસ કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો માત્ર બીજો એવો બેટ્સમેન બની ગયો છે. આ બાબતે શ્રેયસે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રમીઝ રાજાએ ન્યૂઝીલેન્ડની ધરતી પર સતત પાંચ ઇનિંગ્સમાં 50 ઉપર રન બનાવ્યા હતા.

ઐયરનું ન્યુઝીલેન્ડમાં રમાયેલી ODIનું પર્ફોર્મન્સ

  • 103 રન, હેમિલ્ટન 2020
  • 52 રન, ઓકલેન્ડ, 2020
  • 62 રન, માઉન્ટ મૌંગાનુઇ, 2020
  • 80 રન, ઓકલેન્ડ, 2022

છેલ્લી આઠ આકર્ષક રમતો

શ્રેયસ અય્યરની છેલ્લી આઠ વન-ડે રમત પર નજર કરીએ તો તેણે ઘણા રન બનાવ્યા છે. આ જમણા હાથના બેટ્સમેને છેલ્લી આઠ ઇનિંગ્સમાં 85થી વધુની એવરેજથી કુલ 512 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે પાંચ અડધી સદી ફટકારી છે. એકંદરે શ્રેયસ અય્યરે 34 મેચમાં 49.25ની એવરેજથી 1379 રન બનાવ્યા છે.

શ્રેયસ ઐયરની છેલ્લી 8 ODI રમતો

  • 80 (111)
  • 54 (57)
  • 63 (71)
  • 44 (34)
  • 50 (37)
  • 13*(111)
  • 28* (23)
  • 80 (76)

ધવન-ગિલએ પણ અદભૂત બેટિંગ કરી

મેચની વાત કરીએ તો ભારતીય ટીમે 50 ઓવરમાં સાત વિકેટે 306 રન બનાવ્યા હતા. શ્રેયસ સિવાય શિખર ધવને 72 અને શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે પણ શ્રેષ્ઠ બેટીંગ કરી હતી. તેણે પણ 16 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા.



Source link

Leave a Comment