સરખેજ જીયો માર્ટના ગોડાઉનમાં થયેલી રૂ.12 લાખની ચોરીમાં ફરિયાદી જ ચોર નીકળ્યો


અમદાવાદ,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

સરખેજ ઉજાલા હોટલ પાછળ આવેલા સૈફ-વેર હાઉસ એસ્ટેટમાં જીયો માર્ટના ગોડાઉનમાંથી ગત સોમવારે થયેલી ૧૨ લાખની મત્તાની ચોરીમાં ફરિયાદી મેનેજર ચોર નીકળ્યાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.જીયો માર્ટમાં છ માસથી ફરજ બજાવતા મેનેજરે લાલચલમાં આવી મિત્ર સાથે મળીને ચોરીની યોજના પાર પાડી હતી.

છ માસથી મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે મિત્ર સાથે મળી યોજના પાર પાડી

પોલીસે જીયો માર્ટના ગોડાઉનમાંથી રૂ.૧૨,૦૯,૯૫૮ની મત્તાની ચોરી અંગે તપાસ કરીને ફરિયાદી બનેલા મેનેજર પ્રશાંત વસંતલાલ પટેલ (ઉં,૨૮) રહે, જીવન રેસીડન્સી, વસ્ત્રાલ અને તેના મિત્ર હિરેન મહેન્દ્રભાઈ પટેલ (ઉં,૨૬)રહે, શ્રીધર હેવન, માધવ ફાર્મની બાજુમાં, વસ્ત્રાલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૭,૪૮,૫૩૦ની રોક્ડ, સીસીટીવીનું ડીવીઆર રૂ.બે હજાર, આઈ ટેન કાર રૂ.૫ લાખ અને બે મોબાઈલ ફોન રૂ.૧૦ હજારના મળીને કુલ રૂ. રૂ.૧૨,૬૦,૫૩૦ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ છ માસથી જીયો માર્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રશાંત પાસે નાણાંકીય હીસાબ રહેતો હોવાથી તે લાલચમાં આવ્યો હતો. પ્રશાંતે તેના મિત્ર હિરેન સાથે મળીને ગોડાઉનમાંથી ચોરી કરવાની યોજના બનાવી હતી. જે મુજબ બંને જણા ગત રવિવારે સાંજે સાડા સાત વાગ્યે કાર લઈને ગોડાઉન પર પહોંચ્યા અને ચોરી કરી નીકળી ગયા હતા. Source link

Leave a Comment