સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર.કે.પટેલે કરી આત્મહત્યા– આર કે પટેલ રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણીનું કામ કરી રહ્યા હતા

અમદાવાદ, તા. 22 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર કે પટેલે કરી આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પ્રેરણ તીર્થ સોસાયટીમાં પાંચમાં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા જ સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર કે પટેલે કરી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે તેઓએ આજે અમદાવાદમાં પ્રેરણા તીર્થ સોસાયટીમાં પાંચમા માળેથી નીચે ઝંપાવ્યું ઉપરથી નીચે પડતા મોટો અવાજ આવ્યો હતો જેને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા . કોઈએ 108 નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ ડોક્ટર આવે ત્યાં પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા હતા

નોંધણી છે કે તેઓએ ગઈકાલે આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘેર આવ્યા ઘરે પહોંચ્યા બાદ થોડો સમય પછી તેઓએ પાંચવા માળેથી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો તેઓએ શા માટે પોતાનો જીવ આપ્યો તેની જાણકારી કોઈને નથી. ચૂંટણી અધિકારી આર કે પટેલ મૂળ ઈડરના વતની હતા.સાણંદ માં પોસ્ટિંગ સંભાળ્યું તે પહેલા તેઓએ અંબાજીના વહીવટદાર તરીકે ફરજ બજાવી હતી.

આર કે પટેલ રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણીનું કામ કરી રહ્યા હતા. આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘેર આવ્યા બાદ તેમણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. તેમની સાથે કામ કરતા અધિકારીઓ કહે છે કે તેઓ ખૂબજ મૃદુ સ્વભાવના અને પ્રામાણિક અધિકારી હતા. પરબતભાઈ પટેલના PS ma હતા પોલીસે ગુનો નોંધીને શા માટે તેઓ આત્મહત્યા કરી તેના કારણો શોધવાનું શરૂ કર્યું છે.Source link

Leave a Comment