સાણંદમાં બનેલી ઘટનાની વિગત એવી છે કે અહીંના નિર્મિત ફ્લોરા સોસાયટીના પાંચમા મળેથી કોઈ વ્યક્તિએ નીચે પડી આત્મહત્યા કરી હોવાની વિગત સ્થાનિકલોકોએ પોલીસને આપી હતી. સોસાયટીનું મેનેજમેન્ટ કરી રહેલા રાજેન્દ્રસિંહ વાઘેલાએ સ્યુસાઇડ કરનાર વ્યક્તિ અંગે તપાસ કરતા તેમના ખિસ્સામાંથી આઈકાર્ડ મળી આવ્યું હતું.
તેઓ સાણંદ ડેપ્યુટી કલેકટર અને SDM રાજેન્દ્ર પટેલ હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્યુસાઇડનોટ મળી નથી. પરંતુ બે મોબાઈલ અને એક પેન્ડ્રાઈવ મળી હોવાની વિગત મળી આવી છે સાથે જ તેઓ પાલનપુરના વતની હોવાનું અને રાજેન્દ્ર પટેલ 15 દિવસ અગાઉ જ અહીં રહેવા આવ્યા હોવાની વિગત તપાસમાં મળી હતી. જોકે જ્યારે તેમના મૃતદેહનું પીએમ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે સ્યુસાઇડ નહિ પણ કોઈએ તેમને ધક્કો મારી મર્ડર કર્યું હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કાર્યો છે.
આ પણ વાંચો: સંબિત પાત્રાનો રાહુલ ગાંધી પર કટાક્ષ
તેમના ભાઈ હર્ષદ પટેલએ જણાવ્યું કે રાજેન્દ્રભાઈ આત્મહત્યા કરે તેવી વ્યક્તિ જ નથી. સવારે સાત વાગે તેઓ કામ પરથી આવ્યા હતા. 9 વાગે ડ્રાઇવરને ફોન કર્યો હતો કે તું મને લઈ જા. અને સાડા નવ વાગે આ સમાચાર સામે આવે છે. મારા બહેન સાથે રાત્રે 11 વાગે વાત કરી હતી. આત્મહત્યા નથી બીજુ કોઈ કારણ હોઈ શકે. અમારા માટે આ વિસ્તાર નવો છે એટલે અમને વધુ ખબર નથી. અહીં એકલા રહેતા હતા. ન્યાયિક અને તટસ્થ તપાસ થવી જોઈએ. તેમને પરિવારમાં બે દીકરી એક દીકરો છે.
સાણંદ SDMએ કર્યો આપઘાત,રાજેન્દ્ર કેશવલાલ પટેલે કર્યો આપઘાત#breaking #BREAKING_NEWS #sanand #news18gujarati pic.twitter.com/uSkAHHsqVF
— News18Gujarati (@News18Guj) November 22, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર