સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકાની ‘મિશન મજનૂ’ સીધી ઓટીટી પર– થિયેટરમાં રિલીઝ કરવામાં બીક લાગી

– સિદ્ધાર્થની આગલી ફિલ્મ ‘થેંક ગોડ’ મેગા ફ્લોપ રહી હોવાથી કમર્શિઅલ જોખમ ટાળ્યું

મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘મિશન મજનૂ’ સીધી ઓટીટી પર જ રિલીઝ કરવામાં આવશે. 

આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ કરવાનું માંડી વાળવાાં આવ્યું છે. 

આ વર્ષે રિલીઝ થયેલી  હિંદી ફિલ્મોમાં ‘ભૂલભૂલૈયા ટૂ’ જ  સફળ રહી છે. 

હવે ફિલ્મ ‘દૃશ્યમ ટૂ’એ ટિકિટબારી પર સારી શરુઆત કરી છે પરંતુ તેની આ ગતિ ટકી રહે છે કે કેમ તે જોવાનું રહે છે. 

આ માહોલ વચ્ચે બોલીવૂડ ફિલ્મ સર્જકો હજુ પણ થિયેટર રિલીઝનું જોખમ લેવાનું ટાળી રહ્યા છે. 

આથી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની ‘મિશન મજનૂ’ને આગામી જાન્યુઆરીમાં સીધાં જ એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘થેન્ક ગોડ’ મહા ફ્લોપ ગઈ છે.

 આથી તેની સોલો હિરો તરીકેની ફિલ્મ આજના માહોલમાં કમર્શિઅલી હિટ રહેશે કે કેમ તે અંગે શંકા  સેવાય છે. 

અગાઉ, કોવિડને લીધે સિદ્ધાર્થની ‘શેરશાહ’ પણ સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી.Source link

Leave a Comment