સુન રી સખીનું એક અદભુત પર્ફોમન્સ


અમદાવાદ: સુન રી સખી એક એવું અદભુત પર્ફોમન્સ જ્યાં સ્ત્રીના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમના બદલાતા મૂડ અને લાગણીઓને ભારતીય સંગીત શૈલીની અભિવ્યક્તિ એવા ઠુંમરી અને દાદ્રા વડે પ્રસ્તુત કરવામાં આવે છે. સુન રી સખી મ્યુઝિકલ શોને આ વખતે અભિવ્યક્તિના ચોથી સિઝનમાં પર્ફોમ કરવામાં આવ્યું હતું. સુન રી સખીમાં સ્ત્રીની મુસાફરીના વિવિધ શેડ્સ અને ફૅરેસિસનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. જ્યાં કિશોરાવસ્થામાં સ્ત્રીની લાગણી, લગ્ન કર્યા પછી સ્ત્રીની લાગણી અને ત્યારબાદ પ્રેમની ઝંખના, પ્રેમ મળવાની ખુશી વ્યક્ત કરતી સ્ત્રીની લાગણીઓને અદભૂત રીતે સુન રી સખી શોમાં પ્રસ્તૃત કરવામાં આવી હતી.

આ શોની મુખ્ય નાયિક છે મિરાંદે શાહ

સુન રી સખી વાસ્તવમાં ઠુંમરી, દાદ્રા, ચૈતી, કજરી સહિત વિવિધ મ્યુઝિકલ જેનરની પ્રસ્તુતિ છેય. આ સાથે જ તબલા, કી બોર્ડ સારંગીથી લઈને હાર્મોનિયમ અને ગિટાર સહિતના વિવિધ વાદ્યોનો ઉપયોગ આ શોને પર્ફોમ કરવા માટે કરવામાં આવ્યો હતો. સુન રી સખીનું નામ અને શો પાછળનો મુખ્ય વિચાર જેને સૌથી પહેલાં આવ્યો તે છે શોની મુખ્ય નાયિકા મિરાંદે શાહ. મિરાંદે શાહના પર્ફોમન્સ અને મહેનતને કારણે રિયાઝથી લઈને રીહર્સલ અને રીહર્સલથી લઈને સ્ટેજ પર્ફોમન્સ સુધી શો હાઉસફુલ થઈ ગયો હતો.આ પણ વાંચો: કેમેરા પર તહેલકો મચાવનારી ઉર્ફી જાવેદનો આધાર કાર્ડ ફોટો જોયો કે નહીં?

મિરાંદે શાહે અનેક ફિલ્મોમાં અવાજનો જાદુ પાથર્યો

મિરાંદે શાહ એક એવાં ગાયક છે જેમનો અવાજ દરેક દિલની ધડકન સુધી પહોંચે છે. અવાજની જાદુગર અને ક્લાસિકલ સિંગર એવાં મિરાંદે શાહનો અવાજ આ શોને અલગ જ લેવલ સુધી લઈ ગયો હતો. મિરાંદે શાહની વાત કરીએ તો ફોક મ્યુઝિક હોય, ગઝલ હોય કે પછી સુફી સંગીત આ તમામ રાગ માટે મિરાંદે માહિર છે. મિરાંદે શાહે અનેક ફિલ્મોમાં અવાજનો જાદુ પાથર્યો છે.

આ પણ વાંચો: રૂપસુંદરી સિઝા પહેલા યુવાનોને ડ્રગ્સ એડિક્ટ બનાવતી અને પછી કરાવતી આ કામ

પર્ફોમન્સથી તમામ મંત્રમુગ્ધ થઈ ગયા

મજ્જાની વાત એ હતી કે, મિરાંદે શાહ દ્રારા જે પર્ફોમન્સ આપવામાં આવ્યું જેને જોવા ઓડિટોરીયમાં નાના ભૂલકાથી લઈને સિનિયર સિટીઝન સુધી તમામ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અભિવ્યક્તિમાં પર્ફોમન્સ આપીને મિરાંદે શાહે સ્ત્રીઓ માટેની લાગણીઓને વાચા આપી હતી. જે દરેકનાં દિલ પર આજે પણ અંકિત થઈ ગઈ છે. યુવાનોનો એક મોટો વર્ગ તેમના અવાજનો ચાહક છે, તેમના અવાજે સંગીતની દુનિયામાં નવો ઉમંગ ઉમેર્યો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Ahmedaabd, Music, Music artistSource link

Leave a Comment