સોલોમન આઇલેન્ડમાં ભૂકંપ, 7ની તીવ્રતા, ઇન્ડોનેશિયામાં 162 લોકોના મોત


નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઈલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન ટાપુઓના માલાંગોમાં આજે વહેલી સવારે ધરા ધ્રૂજી ઉઠી હતી.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે આ ભૂકંપ ખૂબ જ તીવ્ર હતો, કારણ કે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 માપવામાં આવી હતી. સવારે 7.33 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે બાદ લોકો ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. ઉપરાંત ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરવી પડી હતી.

ભૂકંપનું કેન્દ્ર રાજધાની હોનિયારાથી લગભગ 56 કિલોમીટર દૂર

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની હોનિયારાથી લગભગ 56 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 13 કિલોમીટરની ઊંડાઈએ હતું.

સુનામીનો ખતરો

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ સોલોમન ટાપુઓમાં ખતરનાક દરિયાઈ મોજા ઉભી કરી શકે છે, પરંતુ સુનામીના વ્યાપક ખતરાની આગાહી કરી નથી. સોલોમન ટાપુ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.

ઈન્ડોનેશિયામાં 162 લોકોના મોત

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા છે.આ
પહેલા ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. ભૂકંપ સંબંધિત ઘટનાઓને કારણે ઇન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપથી ડઝનેક ઈમારતોને નુકસાન થયું હતું અને શેરીઓ અને ગલીઓમાં પોતાના જીવ માટે દોડતા ઘણા લોકો ઘાયલ અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા.

જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 162 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના બાળકો છે. તેમણે કહ્યું કે ભૂકંપ સમયે સાર્વજનિક શાળાઓમાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈસ્લામિક શાળાઓમાં તાલીમ લઈ રહ્યા હતા. સિયાંજુરમાં સૌથી વધુ સંખ્યામાં ઇસ્લામિક રેસિડેન્શિયલ સ્કૂલ અને મસ્જિદો છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Earthquakes, Indonesia, World news, ભૂકંપ





Source link

Leave a Comment