અરજદારો સુપ્રિયો ચક્રવર્તી (Supriyo Chakraborty) અને અભય ડાંગ (Abhay Dang) લગભગ 10 વર્ષથી દંપતી છે. કોરોના મહામારી બંનેના જીવનમાં અને પરીવારમાં દુ:ખનો પહાડ લઇને આવી. બીજી લહેર દરમિયાન બંનેને કોવિડ થયો હતો. જ્યારે બંને રીકવર થઇ ગયા, ત્યારે તેમણે તેમની વેડિંગ-કમિટમેન્ટની 9મી સેરેમની તેમના પરીવારજનો સાથે મનાવવાનું નક્કી કર્યં હતું. તેમની કમિટમેન્ટ સેરેમની ડિસેમ્બર, 2021ના રોજ હતી, જ્યારે તેના પરીવાર, મિત્રો અને સંબંધીઓ દ્વારા તેમના સંબંધને આશીર્વાદ સાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો.
અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે સ્પેશ્યલ મેરેજ એક્ટ એ ભારતના બંધારણને એકતરફી બનાવે છે, તે હદ સુધી કે તે સમાન લિંગના યુગલો અને વિપરિત લિંગના યુગલો વચ્ચે ભેદભાવ રાખે છે અને સમલૈંગિક યુગલોને કાનૂની તેમજ સામાજીક બંને અધિકારોનો ઇનકાર કરે છે. માન્યતા અને સ્ટેટસ બંને લગ્નની સાથે સંકળાયેલા છે.
અરજદારોની દલીલ છે કે, ભારતીય સુપ્રીમ કોર્ટે હંમેશા ઇન્ટર કાસ્ટ અને ઇન્ટ ફેથ કપલ્સને તેમની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારનું રક્ષણ કર્યું છે. સમલૈંગિક લગ્નએ આ બંધારણી સફરનો સિલસિલો છે. નવતેજ સિંહ જોહર અને પુટ્ટાસ્વામીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે, LGBTQ+ વ્યક્તિઓ સમાનતા, ગૌરવ અને ગોપનીયતાનો અધિકાર અન્ય તમામ નાગરિકની જેમ બંધારણ દ્વારા બાયંધરી આપે છે. અરજદારો હવે દલીલ કરે છે કે પોતાની પંસદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર LGBTQ+ નાગરિકો સુધી પણ વિસ્તરવો જોઇએ.
હોલમાં દિલ્હી હાઇકોર્ટ અને કેરળ હાઇકોર્ટ સમક્ષ સ્પેશ્યલ મેરેજ એક્ટ, ફોરેન મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે 9 અરજીઓ પેન્ડિંગ છે. આ મહિનાની શરૂઆતમાં ડેપ્યુટી સોલિસિટર જનરલે કેરણ હાઇકોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મંત્રાલય તમામ રિટ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સ્થાનાંતરિત કરવા માટે પગલાં લઇ રહ્યું છે.
અરજી વકીલો અરૂંધતી કાત્જુ, પ્રિયા પુરી અને સૃષ્ટિ બોરઠાકુરે તૈયાર કરી છે અને નીરજ કિશન કૌલ અને મેનકા ગુરૂસ્વામી, વરિષ્ઠ વકીલો દ્વારા દલીલ કરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર