10 પાસ યુવાનો માટે સારી તક, ગૃહવિભાગમાં સરકારી નોકરી માટે ભરતી – News18 Gujarati


નવી દિલ્હીઃ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટિ કમિશનર, પૂર્વ સિંઘભૂમમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે એક સારી તક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટિ કમિશનર, પૂર્વ સિંઘભૂમ દ્વારા ચોકીદારના પદ પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે તે, East Singhbhum ની સત્તાવાર વેબસાઈટ jamshedpur.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.

આ પણ વાંચોઃ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે

કુલ 284 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી

આ ઉપરાંત ઉમેદવાર સીધા જ લિંક https://jamshedpur.nic.in/ દ્વારા આ હોદ્દાઓ માટે અરજી કરી શકાય છે. સાથે જ ઉમેદવાર આ લિંક East Singhbhum Chowkidar Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 284 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

Chowkidar Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવા માટે અંતિમ તારીખ - 30 સપ્ટેમ્બર

Chowkidar Recruitment 2022 માટે જગ્યાઓનું વિતરણ

કુલ પોસ્ટની સંખ્યા - 284

આ પણ વાંચોઃ DRDOમાં કુલ 1901 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત,1.10 લાખ રૂપિયા સુધી મળશે પગાર

Chowkidar Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

ઉમેદવારો કોઈ પણ માન્ય બોર્ડ કે સંસ્થામાથી 10મું ધોરણ પાસ હોવા જોઈએ

Chowkidar Recruitment 2022 માટે પરીક્ષા ફી

જનરલ\ઓબીસી\EWS માટે અરજી ફી : 200 રૂપિયા

એસટી\એસસી\PWE માટે અરજી ફી : 100 રૂપિયા

Chowkidar Recruitment 2022 માટે ઉંમરની મર્યાદા

ન્યૂનતમ વય મર્યાદાઃ 18 વર્ષ

યૂઆર માટે મહત્તમ વય મર્યાદાઃ 35 વર્ષ

બીસી\ઓબીસી માટે મહત્તમ વય મર્યાદાઃ 37 વર્ષ

મહીલાઓ માટે મહત્તમ વય મર્યાદાઃ 38 વર્ષ

એસસી\એસટી ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદાઃ 40 વર્ષ

Published by:Sahil Vaniya

First published:

Tags: Goverment job, Recruitment 2022, Sarkari Naukari



Source link

Leave a Comment