2002માં ‘તોફાનીઓને પાઠ ભણાવ્યા’ બાદ, ગુજરાતમાં કાયમી શાંતિ થઈ


અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે, આ અગાઉ ગુજરાતમાં અસામાજિક તત્વો હિંસા આચરતા હતા અને કોંગ્રેસ તેમને ટેકો આપતી હતી. પરંતુ 2002 માં ‘હુલ્લડખોરોને પાઠ ભણાવ્યા’ પછી, ગુનેગારોએ આવી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં ‘કાયમી શાંતિ’ લાવી. જણાવી દઈએ કે, ગુજરાતમાં ફેબ્રુઆરી 2002 માં ગોધરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગવાથી રાજ્યના કેટલાક ભાગોમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી.

રાજ્યમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા શાહે ખેડા જિલ્લાના મહુધા ખાતે ભાજપના ઉમેદવારોની તરફેણમાં રેલી યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, “ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન (1995 પહેલા) અવારનવાર કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ વિવિધ સમુદાયો અને જાતિના સભ્યોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરતી હતી. કોંગ્રેસે આવા તોફાનો દ્વારા પોતાની વોટબેંક મજબૂત કરી અને સમાજના એક મોટા વર્ગને અન્યાય કર્યો છે.”

આ પણ વાંચો: ‘ફક્ત ડબલ એન્જિન શા માટે, ગુજરાતને ટ્રિપલ એન્જિન સરકારની જરૂર છે’: હાર્દિક પટેલ

શાહે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં 2002ના રમખાણો એટલા માટે થયા હતા કારણ કે લાંબા સમયથી કોંગ્રેસના સમર્થનને કારણે ગુનેગારોને હિંસા કરવાની આદત પડી ગઈ હતી. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું, “પરંતુ 2002માં ‘હુલ્લડખોરોને પાઠ ભણાવ્યા’ પછી, આવા તત્વોએ તે રસ્તો (હિંસાનો) છોડી દીધો હતો. તેઓ 2002 થી 2022 સુધી હિંસાથી દૂર રહ્યા છે.” તેમણે કહ્યું કે, ભાજપે કોમી હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં કાયમી શાંતિ લાવી છે.

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા શાહે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ તેની “વોટ બેંક” ના કારણે તેની વિરુદ્ધ છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Amit shah, Gujarat Assembly Election 2022, Gujarat Elections



Source link

Leave a Comment