- 10 વર્ષમાં 13 લાખ નવા મતદારો ઉમેરાયા છે ત્યારે વધુ
મતદાન કરાવવા ચૂંટણી તંત્ર, ઉમેદવાર, નેતા,
કાર્યકરો માટે એક પડકાર
સુરત
સુરત
જિલ્લાની ૧૬ વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા દસ વર્ષમાં અધધધ ૧૩ લાખ મતદારો વધ્યા છે.
તો ૨૦૧૭ ની ચૂંટણીમાં ૧૩ લાખ મતદારોએ મતદાન કરવા માટે બુથ સુધી ફરકયાં જ ના હતા. આથી
૨૦૨૨ ની ચૂંટણીમાં ૪૭.૪૫ લાખ મતદારો હોવાથી આ મતદારોને મતદાન મથક સુધી લઇ જવા માટે
માત્ર ચૂંટણી પંચ જ નહીં,
નેતા, ઉમેદવાર, કાર્યકરો,
એજન્ટોએ પણ ભારે કસરત કરવી પડશે.
આગામી ૧
લી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે. અને હજુ સુધી
સુરત શહેર કે જિલ્લામાં ચૂંટણી જેવો માહોલ જામ્યો નથી. ઉમેદવારો દ્વારા જોરશોરથી
પ્રચાર થાય છે. તો બીજી તરફ ચૂંટણી પંચ અને તમામ ચૂંટણી અધિકારીઓ વધુને વધુ મતદાન
થાય તે માટે મતદારોને મતદાન મથક સુધી લઇ જવા માટે સ્વીપ કાર્યક્રમ હેઠળ અલગ અલગ
કાર્યક્રમો કરીને મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે ૨૦૧૭ ની
ચૂંટણીમાં થયેલ મતદાનના આંકડા જોઇએ તો ૧૬ વિધાનસભામાં કુલ ૪૦,૨૮,૬૭૮ મતદારો નોંધાયા હતા.જેમાંથી ૨૬,૮૨,૪૫૭ મતદારોએ મતદાન કરતા ટકાવારી ૬૬.૫૮ ટકા નોંધાઇ હતી. આમ ૩૩.૪૨ ટકા એટલે
કે ૧૩,૪૬,૨૨૧ મતદારો એવા આળસુ હતા કે
મતદાન કરવા માટે મતદાન મથક સુધી ફરકયાં જ ના હતા.
આ ૧૩
લાખ મતદારોની સામે સુરત જિલ્લાની ૧૬ બેઠકમાં છેલ્લા દસ વર્ષમાં ૧૩ લાખ મતદારો નવા
ઉમેરાઇને ૨૦૨૨ ની ચૂંટણીમાં ૪૭,૪૫,૯૮૦ મતદારો થયા છે. આમ ગત ૨૦૧૭ ની ચૂંટણીમાં ૧૩
લાખ મતદારોએ મતદાન ના કર્યુ હતુ. તો આ વખતે આ આંકડો વધી શકે તેમ હોવાથી ચૂંટણી
અધિકારીઓ, ઉમેદવારો સહિત તમામ વધુ ને વધુ મતદારો મતદાન કરી
શકે તે માટે ભારે કવાયત કરવી પડશે.
વિધાનસભા બેઠક ૨૦૧૭ના થયેલ મતદારોેએ
ઓલપાડ ૩૫૯૭૩૨ ૨૪૪૧૨૯ ૧૧૫૬૦૩
માંગરોળ ૨૦૦૭૫૬ ૧૮૦૬૩૮ ૪૫૩૧૭
માંડવી ૨૨૫૯૫૫ ૧૮૦૬૩૮ ૪૫૩૧૭
કામરેજ ૪૨૮૬૯૫ ૨૭૭૧૪૬ ૧૫૧૫૪૯
સુરત
પૂર્વ ૨૦૧૩૨૯ ૧૩૫૨૪૮ ૬૬૮૦૧
સુરત
ઉતર ૧૫૭૨૫૦ ૧૦૦૫૭૨ ૫૬૬૭૮
વરાછા ૧૯૮૬૩૩ ૧૨૫૦૬૮ ૭૩૫૬૫
કરંજ ૧૬૧૨૭૩ ૯૦૧૫૬ ૭૧૧૧૭
લિંબાયત ૨૫૯૮૯૮ ૧૭૦૨૦૩ ૮૯૬૯૫
ઉધના ૨૩૩૫૯૨ ૧૪૧૬૯૯ ૯૧૮૯૩
મજુરા ૨૪૫૦૩૬ ૧૫૧૮૩૧ ૯૩૨૦૫
કતારગામ ૨૭૭૫૩૭ ૧૮૦૧૭૪ ૯૭૩૬૩
પશ્રિમ ૨૨૨૦૩૬ ૧૪૯૫૮૪ ૭૨૪૫૨
ચોર્યાસી ૪૧૬૯૩૭ ૨૫૪૯૯૭ ૧૬૧૯૪૦
બારડોલી ૨૨૫૪૧૫ ૧૬૧૩૩૭ ૬૪૦૭૮
મહુવા ૨૧૪૬૦૪ ૧૬૪૨૩૬ ૫૦૩૬૮
કુલ ૪૦૨૮૬૭૮ ૨૬૮૨૪૫૭ ૧૩૪૬૨૨૧