વર્તમાન સ્થિતિમાં શનિદેવ મરક રાશિમાં બિરાજમાન છે. શનિદેવના પોતાના રાશિ પરિવર્તનથી અનેક પ્રકારના પરિવર્તન અન્ય રાશિઓ પર પણ જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે કઇ રાશિઓ છે જેના પર શનિનો પ્રભાવ જોવા મળશે.
આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય
જો કોઇ વ્યક્તિની કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી છે અને જીવનમાં શનિ સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. તેથી, આવી સ્થિતિમાં આ લોકોએ ગરીબ લોકો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ અને તેમની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. આ સિવાય શનિ મંદિરમાં જઈને દાન કરવું અને હનુમાનજીના મંત્રોનો જાપ કરવો પણ શુભ છે.
પિતૃઓને યાદ કરીને પીપળાના ઝાડને જળ અર્પિત કરવું એ લોકો માટે ફાયદાકારક છે જેઓ શનિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મકર, કુંભ અને ધનુ રાશિના લોકોને લાભ થશે. આ રાશિના લોકોના અટવાયેલા કામ પૂરા થવા લાગશે અને ભાગ્ય પણ તેમનો સાથ આપશે.
આ પણ વાંચો : Chanakya Niti: પુરુષોની આ વસ્તુ જોઇને મહિલા કરવા લાગે છે આ કામ, થઇ જાય છે બેકાબૂ
શનિનો કુંભ રાશિમાં પ્રવેશ કરવો કર્ક અને વૃશ્ચિક રાશિ માટે થોડો મુશ્કેલ સમય લાવી શકે છે. શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને ધન સાથે સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શનિની ઢૈય્યા ચાલી રહી હોય તેવી રાશિના જાતકોને નોકરી મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. તેથી આ તમામ રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે.
શનિ સાડા 7 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. જેને જ્યોતિષમાં શનિની સાડાસાતી કહેવામાં આવે છે. આ સમયે કુંભ, ધનુ અને મકર રાશિમાં શનિની સાડાસાતીનો પ્રભાવ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 24 જાન્યુઆરી, 2020 ના રોજ કુંભ રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઈ છે અને તે 3 જૂન, 2027 ના રોજ આ રાશિને મુક્ત કરશે. આ સિવાય મકર રાશિ માટે શનિની સાડા સાતી 26 જાન્યુઆરી 2017થી શરૂ થઈ હતી, જે 29 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Astro Tips, Shani dev, Shani gochar, Shani Gochar 2022