42 વર્ષના Zomato બોયે 19 વર્ષની છોકરીને બળજબરીથી કરી કિસ, ધરપકડ


પુણે: મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં 42 વર્ષના ઝોમેટો ડિલિવરી બોયએ 19 વર્ષની છોકરીને બળજબરીથી કિસ કરી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડિલિવરી બોય રઈશ શેખની ધરપકડ કરી. મામલો યેવલેવાડી વિસ્તારની નિયુક્ત સોસાયટીનો છે.

આ અંગે કોંઢવા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે તે એન્જીનીયરીંગની વિદ્યાર્થીની છે અને કોંધવાની એક કોલેજમાં અભ્યાસ કરે છે. 17 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 9:30 વાગ્યે તેણે Zomato પરથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય ખોરાક લઈને તેના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો કે તરત તેણે છોકરી પાસે પીવા માટે પાણી માંગ્યું.

એકલતાનો લાભ લઈને છોકરી સાથે કર્યા અડપલા

યુવતીએ જણાવ્યું કે જેવી તે પાણી લાવી તેણે તેને પરિવારના સભ્યો વિશે પૂછવાનું શરૂ કર્યું. જ્યારે યુવતીએ જણાવ્યું કે તે તેના બે મિત્રો સાથે ફ્લેટમાં રહે છે, જેઓ તે સમયે પોતપોતાના ઘરે ગયા હતા. ડિલિવરી બોયને ખબર પડી કે આ સમયે છોકરી એકલી છે, તેણે ફરીથી છોકરી પાસેથી પાણીનો બીજો ગ્લાસ માંગ્યો.

આ પણ વાંચો: દેશમાં બળાત્કારનો સિલસિલો યથાવત! વધુ એક સગીરાને બંધક બનાવીને 3 દિવસ સુધી કર્યો રેપ

પરંતુ આ વખતે જેવી છોકરી પાણી લેવા માટે વળી કે તરત જ Zomato બોયએ તેને પાછળથી પકડી લીધી અને તેના ગાલ પર બે વાર ચુંબન કર્યું. કિસ કર્યા પછી ઝોમેટો બોય ત્યાંથી નીકળી ગયો. રસ્તામાં તેણે એમ પણ કહ્યું કે તે તેના કાકા જેવો છે. જો તેણીને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય, તો તે નિઃસંકોચ તેની સાથે વાત કરી શકે છે.

Published by:mujahid tunvar

First published:Source link

Leave a Comment