આ રિપોર્ટને જોઈએને ન્યાયાધીશ પણ દંગ રહી ગયા હતા. કોર્ટે સ્ટેશન પ્રભારીઓને પુરાવા સાથે કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. તો વળી એસએસપીએ પણ ઊંદરોથી બચી નિકળવાના નિર્દેશ આપ્યા હતા.
મથુરાના શેરગઢ પોલીસ ચોકીમાં 386 કિલો ગાંજાનો જથ્થો રાખ્યો હતો. 2018માં થાના હાઈવેમાં પોલીસે 195 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. એડીજે સપ્તમની કોર્ટે ટ્રાયલ દરમિયાન ગાંજાને સીલ બંધ મહોર લગાવેલા પેકેટ કોર્ટમાં રજૂ કરવાના આદેશ શેરગઢ પોલીસ ચોકીના અધિકારીઓના આપ્યા હતા.
26 નવેમ્બર સુધી કોર્ટમાં રજૂ કરવા પડશે પુરાવા
શેરગઢ અને હાઈવે પોલીસ ચોકીના પ્રભારીઓને કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, માલખાનામાં રાખેલા ગાંજાને ઊંદર ખાઈ ગયા છે. થોડો વધેલો ગાંજો ફેંકી દેવામાં આવ્યો છે. બંને ચોકીના પ્રભારીઓએ જ્યારે કોર્ટમાં આવો રિપોર્ટ આપ્યો તો, કોર્ટે 26 નવેમ્બરે આ મામલામાં પુરાવા સાથે હાજર રહેવાના આદેશ આપ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે, થાના શેરગઢ પોલીસ અને હાઈવે પોલીસે આ મામલે કોર્ટમાં પુરાવા રજૂ કરી શકે છે કે નહીં, જો કે, હાલમાં 581 કિલો ગાંજો ઊંદર ખાઈ ગયા એ વાત પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mathura