ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 100 કરતા પણ વધુ આયુષ્ય ધરાવતા મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં છે. મતદાનના દિવસે મતદાન મથકે નહિ જઈ શકનાર લોકો માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની યાદી તૈયાર કરીને તેમના નિવાસસ્થાને જઈને મતદાન કરાવવાનું અયોજન કર્યું છે.
બૂથ લેવલ ઓફિસર દ્વારા અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સુંદરવન સોસાયટી ખાતે રહેતા 102 વર્ષના વૃદ્ધ મહિલાએ મતદાન કર્યું હતુ. આ જે તે વિસ્તારના બ્લોક ઓફિસર દ્વારા મોટી ઉંમર ધરાવતા લોકો માટે મતદાન બેલેટ દ્વારા કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જેને લઇ ભડકોદ્રા ગામની સુંદરવન સોસાયટી ખાતે 102 વર્ષના કલાવતી પાલના ઘરે પંચની એક ટુકડી પહોંચી હતી અને પોસ્ટલ બેલેટ થકી તેઓના મત અધિકારનો ઉપયોગ કરાવવામાં આવ્યો હતો.
મહિલાએ પણ પોતાનો મત આપીને મતાધિકારનો ઉપયોગ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.જ્યારે અન્ય એક વયોવૃદ્ધ પુરુષે પણ મતદાન કર્યું હતુ. બંનેય વયોવૃદ્ધઓએ મતદાન કરીને આવનારી 1 ડિસેમ્બરની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી. મહિલાએ જણાવ્યું હતું કે મતદાન એ આપણો અધિકાર છે. દરેક વયના લોકો મતદાન માટે આગળ આવે તે માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. તો અન્ય વિસ્તારમાંથી વધારે ઉંમર ધરાવતા લોકો આગળ આવી મતદાન કરે તે અત્યંત જરૂરી છે.
તમારા શહેરમાંથી (ભરૂચ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 2022 Assembly elections, Bharuch, Local 18, Voting