આ ખેડૂતે કમલમ્ ફ્રૂટની ખેતી કરી
ડ્રેગનફ્રૂટ તરીકે જાણીતું ઉમદા ફળને ગુજરાત સરકારે કમલમ નામ આપ્યું છે.ખેરગામ તાલુકાના પણજ ગામના ખેડૂત ધર્મેન્દ્રભાઈ ટી.લાડે બીએસસી હોર્ટિકલચરની ડીગ્રી મેળવી છે. ખેતી ક્ષેત્રે બહોળો અનુભવ મેળવવાની સાથે છેલ્લા 10 વર્ષથી જલારામ ફાર્મ એન્ડ નર્સરીના સંચાલન કરી રહ્યા છે.
મહારાષ્ટ્રથી પ્લાન્ટ લાવી 6 વર્ષ અભ્યાસ કર્યો
ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવા મદદરૂપ થઇ રહ્યા છે.આ કમલમની ખેતી માટે તેમણે સૌપ્રથમ મહારાષ્ટ્રથી ડ્રેગનફ્રૂટના મધર પ્લાન્ટ નર્સરીમાંથી લાવ્યા હતા. બાદ 6 વર્ષ સુધી તેના ઉપર પ્રેક્ટીસ કરી હતી. વિભાગની જમીનમાં આ પ્રકારનો પાક લઈ શકાય કે કેમ? તેનું સતત ઓબ્ઝર્વેશન કર્યા બાદ અડધો વીઘા જમીનમાં વાવેતર શરૂ કર્યું હતું.અને તેનું સફળતા પૂર્વકનું ઉત્પાદન પ્રાપ્ત કર્યું છે. તેમણે બેંગ્લોર, મહારાષ્ટ્ર, આસામ, તેલંગણા, સૌરાષ્ટ્ર, કચ્છ-ભુજ, સુરત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોને કમલમની ખેતી અંગે માર્ગદર્શન અને કમલમના પ્લાન્ટ આપી વાવેતર કરાવ્યું છે.
એક વખત રોકાણ કરી 25 વર્ષ સુધી પાક લઈ શકાય
તમારા શહેરમાંથી (વલસાડ)
અડધા એકર જમીનમાં રૂપિયા દોઢેક લાખનો ખર્ચ કરી ડ્રેગનફ્રૂટના વાવેતરનો નવતર પ્રયોગ શરૂ કર્યો હતો.જેમાં ઉત્પાદન શરૂ થતા ખર્ચેલા રૂપિયા સાથે સારી એવી આવક પ્રાપ્ત કરી છે. ખેતીમાં એક વખત રોકાણ કર્યા બાદ 25 વર્ષ સુધી ઉત્પાદન લઈ શકાય છે.દર વર્ષે ખેતરની યોગ્ય માવજત સહિતનો અમુક ખર્ચ કરવો પડતો હોય અને સાથે આંતરપાક તરીકે શાકભાજી કરીને વધુ આવક પણ મેળવી શકાય છે.
ડ્રેગનફ્રૂટની ખેતી પદ્ધતિ
ડ્રેગનફ્રૂટને ટ્રોપીકલ હવામાન વધુ અનુકૂળ આવે છે.10×10 ફૂટ પર સિમેન્ટના 6 થી 7 ફૂટના થાંભલા ઉભા કરી થાંભલાની ઉપરના ભાગે ગોળ રિંગ તૈયાર કરી થાંભલાની ચારે બાજુ અડીને એક એક છોડ રોપવામાં આવે છે.5.5 થી 7.5 વાળી નિતાર જમીન તથા પાણી હોવું જોઈએ.સિમેન્ટના થાંભલાની ફરતે સારું કહોવાયે લું છાણીયું ખાતર જમીનમાં ઉમેરી બેડ બનાવવું.સામાન્ય રીતે રોપણી માટે ચોમાસાનો સમય વધુ અનુકૂળ હોય છે, પરંતુ આખા વર્ષ દરમ્યાન રોપણી કરી શકાય છે.રોપણી કર્યા પછી દોઢથી બે વર્ષે ઉત્પાદન આપે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Fruit, Gujarati Farmer, Kamlam, Valsad