A farmer undertaken a novel attempt by planting in three acres in the winter season. – News18 Gujarati


Aarti Machhi, Bharuch: ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ છે. અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતી એ અતિ મુશ્કેલ કામ હોવાનું પણ માનવામાં આવે છે. તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મોટાપાયે આદિવાસી વિસ્તારના ખેડૂતો અવનવી પદ્ધતિથી ખેતી કરે છે. આવા જ એક ખેડૂતે ખેતીમાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેડુતે ઉનાળુ પાક શક્કર ટેટીને શિયાળાની સીઝનમાં કર્યો છે.

શક્કર ટેટીના ઉત્પાદનનો આધાર જમીન, ખાતર, પાણી અને જાત ઉપર છે. શક્કરટેટીના પાકને ગરમ અને સૂકું હવામાન માફક આવે છે. તો ખેડૂતે શિયાળાની સીઝનમાં આ પાકની ખેતી કરી અલગ જ પ્રયોગ હાથ ધર્યો છે.
60 થી 65 દિવસમાં ખેડૂત શક્કરટેટીનો પાક ઉતારે છે. ફેરોમેંટ ટેન્ટ લગાવીને ખેડૂત ખેતી કરે છે. એક ફેરોમેંટ ટેન્ટની અંદાજિત કિંમત રૂપિયા 40 છે. એક એકરમાં આવા 15 ફેરોમેંટ ટેન્ટ લગાવવા પડે છે. ફેરોમેંટ ટેન્ટને પગલે શક્કર ટેટીના પાકમાં પડતી મધમાખી કે જીવજંતુઓનો નાશ થાય છે. ખેડૂતે ઉનાળુ પાક શક્કર ટેટીની મહારાષ્ટ્રની પદ્ધતિથી ખેતી કરે છે.

ખેડૂતે જણાવ્યું હતું કે એક શક્કર ટેટીની સાઈઝ 2 થી 3 કિલો છે. તો 1 એકરના બિયારણમાં કુલ 10 હજારનો ખર્ચ કરવામાં આવે છે. તો ખાતર, મજૂરી ખર્ચ સહિત બિયારણમાં કુલ 50 હજારનો ખર્ચ કર્યો છે. શિયાળાની સીઝનમાં ઉનાળુ પાક શક્કર ટેટીની ખેતી કરે છે.

શક્કર ટેટીની ખેતી કરતા ખેડૂતો બજારમાં જાતે વેચાણ નહિ કરતા હોવાથી તેઓને સ્થાનિક ફ્રુટ બજાર કરતા અન્ય શહેરી વિસ્તારોમાં તેનું વેચાણ કરવું પડતું હોવાથી વેપારીઓ(દલાલો) ખેડૂતો પાસે શક્કર ટેટી 10 રૂપિયાના ભાવે મેળવી બજારમાં ઉંચા ભાવે વેચાણ કરતા હોવાથી 60 દિવસ રાત મહેનત કરવા છતાં ખેડૂતોને ઓછો ભાવ મળતો હોવાનો કચવાટ છે તેવા સમયે સરકાર દ્વારા ખેતીમાં અવનવા પ્રયોગ કરી શક્કર ટેટી પકવતા ખેડૂતો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે તો આદિવાસી વિસ્તારના ખેડૂતો પણ અવનવા પાક કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

તમારા શહેરમાંથી (ભરૂચ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Bharuch, Farmers News, Local 18, Organic farming



Source link

Leave a Comment