સમગ્ર ઘટનાની વાત કરીએ તો, છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની હેલી વચ્ચે શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવા સમયે વલસાડના તિથલ રોડ પર આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટના ત્રણ ફ્લેટની ગેલેરી અચાનક જ તૂટી પડી હતી. મહત્વપૂર્ણ છે કે, આ બિલ્ડિંગ અગાઉથી જર્જરીત છે. આથી મોટાભાગના રહીશો બિલ્ડીંગ ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા છે.
આ પણ વાંચો: વલસાડ: મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં ખાડામાં ખાબકી
જોકે, હજુ આ જર્જરીત બિલ્ડીંગના નીચે 8 જેટલી દુકાનો આવેલી છે. બિલ્ડીંગ ભયજનક હોવા છતાં પણ હજુ કેટલાક પરિવારો આ બિલ્ડીંગમાં રહે છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી વલસાડ શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે આ વરસાદી માહોલમાં આ એપાર્ટમેન્ટના ત્રણ ફ્લેટની ગેલેરી અચાનક જ તૂટી પડી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ બિલ્ડીંગના નીચે આવેલી આઠ દુકાનોના માલિકોના જીવ હવે તાળવે ચોંટ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Heavy rain, Valsad news