બસમાંથી 28 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ, તંત્ર અને પોલીસ દ્વારા અટવાયેલા મુસાફરો માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને બીજી બસ દ્વારા રવાના કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ બસ દિલ્હીથી યમુનોત્રી જઇ રહી હતી. જે દરમિયાન થાણા વિકાસ નગરના ડાકપથર ચોકી વિસ્તાર પાસે બસમાં આગ ફાટી નીકળી હતી. જોકે, ફાયરબ્રિગેડ અને પોલીસની સૂચકતાને લીધે કોઇ જાનહાની થઇ નથી.
ઉત્તરાખંડમાં ગુજરાતની બસમાં લાગી આગ
બસમાં સવાર હતા 28 ગુજરાતી યાત્રાળુ
દિલ્હીથી યમુનોત્રી જઈ રહી હતી બસ
પોલીસ અને ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ#Gujarat #Exclusive #Uttarakhand pic.twitter.com/97RmsVHYiZ
— News18Gujarati (@News18Guj) September 17, 2022
આ પણ વાંચો: હજુ વરસાદ રોકાવવાનું નામ નહીં લે, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રને ધમરોળશે
મળતી માહિતી અનુસાર, આ બસમાં મોટાભાગના મુસાફરો ગુજરાતના અમદાવાદના હતા. તેઓ દિલ્હીથી યમુનોત્રી જઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આગમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઇ થઇ ગઇ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાયો હતો અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, સદનસીબે તમામ 28 મુસાફરો સુરક્ષિત છે અને કોઇને ઇજા પહોંચી હોવાના સમાચાર નથી. હાલ બસમાં આગ કેવી રીતે લાગી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bus fire, Gujarat News, National news