અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી લાખા પટેલની પોળમાં આવેલ સાંકળી શેરીમાં એક બે માળનું જર્જરીત મકાન ધરાશાયી થયું છે. આ મકાન ધરાશાયી થવાની ઘટનામાં 2 લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જોકે આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ત્યાં જ ફાયરની ટીમ પહોંચતાની સાથે જ દિવાલની વચ્ચે ફસાયેલા એક વૃદ્ધને મહામહેનતે બહાર નીકાળ્યા હતા. તો બીજી તરફ હાલમાં ફાયરની ટીમ મકાનના કાટમાળને હટાવીને અન્ય વ્યક્તિને બહાર નિકાળવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો- ગુરુગ્રામની સ્પા રિસેપ્શનિસ્ટનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું - દરરોજ 10થી 15 ગ્રાહકો બળાત્કાર કરે છે
આ અકસ્માતમાં ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરાતા કુલ ત્રણ લોકોને બચાવી લેવાયા છે અને ત્રણેય લોકોને ઇજા પહોંચતા તેમને સારવારા અર્થે ખસેડાયા છે.
ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરી દરમિયાન એક વૃદ્ધને દિવાલ નીચેથી બહાર કાઢ્યા હતા. જેઓ ઇજા પહોંચવાના કાણે ચાલવામાં અસક્ષમ હતા. જેથી તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી જે બાદ તેઓને હોસ્પિટલ ખસેડાયા છે. હાલમાં ફાયરની ટીમ ઘટનાસ્થળે અન્ય જર્જરીત મકાનોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો- હિજાબ ન પહેરવાથી યુવતીને મળ્યું ભયંકર મોત; રક્ષક પોલીસ બની ભક્ષક
માણેકચોકમાં જર્જરીત મકાન અચાનક જ તૂટી પડતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અને મકાનની આસપાસ રહેતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે માણેકચોકમાં ઘમા મકાનો ભયજનક હોવા છતાં પણ હજુ કેટલાક પરિવારો આવા મકાનોમાં રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Gujarati news, અમદાવાદ, ગુજરાત