યુથ પાર્લામેન્ટ વિશે માહિતી આપતા બાઇટ ડે સ્કૂલ, વડોદરાના પ્રેસિડન્ટ સૌમિલ શાહ અને છાત્ર સંસદના ફાઉન્ડર પ્રેસિડન્ટ વકીલ કૃણાલ શર્મા અને આદિત્ય વેગડાએ જણાવ્યું કે, આજના બાળકોને લોકસભા અને વિધાનસભા વિશે માહિતી નથી. આ સાથે કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદની શું ભૂમિકા છે, તેનાથી તેઓ અજાણ છે. ત્યારે આ પ્રકારની યુથ પાર્લામેન્ટનું આયોજન કરવું જરૂરી છે.
આ પાર્લામેન્ટમાં ભારતના પર્યાવરણનું રક્ષણ સંસ્થા, સ્ત્રીઓ માટે રાષ્ટ્રીય સંગઠન, રાજ્ય સભા, લોકસભા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને કેન્દ્રીય તપાસ સંગઠન જેવા મુખ્ય એજન્ડા ઉપર વિદ્યાર્થીઓ ચર્ચા વિચારણા કરશે. યુથ પાર્લામેન્ટ પૂર્ણ થયા બાદ પાર્લામેન્ટમાં પાસ કરવામાં આવેલા બીલને મુખ્યમંત્રી કાર્યાલય અને નિતિ આયોગ સુધી પહોંચાડવામાં આવશે. યુથ પાર્લામેન્ટથી યુવાનોને ભારતીય લોકતંત્ર વિશેની વાત જાણવા મળશે. આ સાથે તેઓને મતદાન કેમ જરૂરી છે તે બાબતે પણ જાણકારી આપવામાં આવશે.
છાત્ર સંસદ યુથ પાર્લામેન્ટ એક માધ્યમ છે. વિવાદકર્તાઓ માટે સાંસદીય કાર્યવા હી કરવા માટે સંપૂર્ણ દેશ માટે આ એક પહેલ છે. દેશના યુવાનો માટે કંઈક નવું શીખવાની અને બીજું ઘણું બધું શીખવાની આ ઉત્તમ તક છે. આ યુથ પાર્લામેન્ટ માં વડોદરાના 350 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. અને આણંદ, અમદાવાદ, સુરત, અને ભરૂચથી પણ વિદ્યાર્થીઓ જોડાયા છે.
આ ત્રણ દિવસીય યુથ પાર્લામેન્ટમાં દરેક વિદ્યાર્થીને એક રોલ આપવામાં આવશે. જેમકે કોઈ એક વિદ્યાર્થી વડાપ્રધાન, તો કોઈ એક વિદ્યાર્થી મુખ્યમંત્રી બનશે. અને ત્રીજા દિવસના અંતે વોટીંગ પણ આયોજિત કરવામાં આવ્યું છે. એટલે વિધાનસભા જેવી રીતે કાર્યરત છે, એનું આખું ચિત્રણ આ ત્રણ દિવસમાં રજૂ કરવામાં આવશે. આમાં ગામડાઓની શાળામાંથી પણ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે, અને ખાસ કરીને આમાં જે વિદ્યાર્થી જીતશે એને સ્કોલરશીપ પણ આપવામાં આવશે. આ યુથ પાર્લામેન્ટમાં જે વિદ્યાર્થીને જોડાવું હોય અથવા કઇંક જાણવું હોય તો આ નંબર પર સંપર્ક કરી શકે છે: 9825327637 (આદિત્ય વેગડા) / www.csindia.org
તમારા શહેરમાંથી (વડોદરા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર