A message was given to vote by making a giant rangoli in 1225 square meters in a school.vnd – News18 Gujarati


Nidhi Dave, Vadodara: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રના અવસર અભિયાનની સાથે સાથે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમાં સહભાગી બની રહી છે. આજે સમા વિસ્તાર સ્થિત ઊર્મિ સ્કૂલ ખાતે વિશાળ રંગોળી દોરીને મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસરના નોડલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિએ આ રંગોળી નિહાળી છાત્રોને બિરદાવ્યા.

ઊર્મિ સ્કૂલના 45 જેટલા છાત્રોએ 12 કલાક સુધીની મહા મહેનત કરી 35*35 એટલે કે 1225 ચોરસ મિટરમાં આ રંગોળી આલેખી છે. જેમાં રૂપિયા 15 હજારના ખર્ચથી રેતીના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એથિકલ, એક્સીસીબલ, ઇન્ક્લુઝિવ અને સસ્ટેનબલ ચૂંટણીનો સંદેશો આપવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર રંગોળી વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી. વિદ્યાર્થીઓની 12 કલાકની મહેનત રંગોળી જોઈને જ દેખાઈ આવે છે.

આ ઉપરાંત, શાળામાં અભ્યાસ કરતા તમામ છાત્રોને લોકશાહી શાસનતંત્રમાં ચૂંટણી અને મતદાનનું મહત્વ સમજાવવા ખાસ તાસ લેવામાં આવ્યા હતા. છાત્રોના વાલીઓ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ખાસ મતદાન કરે એ માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ લોકો સહભાગી થાય એ સંદેશો પહોંચાડવા માટેનો આ એક ખૂબ જ અનોખો પ્રયાસ છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસરના નોડલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિ સવારે રંગોળી નિહાળવા પહોંચી ગયા હતા. જ્યાં તેમણે છાત્રોની મહેનત અને કલાને બિરદાવી હતી.આ બન્ને અધિકારીઓએ શાળાના આચાર્ય અને સંચાલકો પાસેની સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટરોલ પાર્ટીસિપેશન (સ્વીપ) અંતર્ગત કરવામાં આવેલી પ્રવૃત્તિની જાણકારી પણ મેળવી હતી.આ વેળા શાળાના સંચાલક રાધિકા નાયર, આચાર્ય માથુર, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. સુધીર જોશી, નાયબ મામલતદાર અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Santosh Kanojiya

First published:

Tags: 2022 Assembly elections, Local 18, Vadodara, Voting



Source link

Leave a Comment