A small fan of Prime Minister Modi and campaigner of BJP


સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આપેલી સ્પિચથી પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. આ નાની ભાજપ પ્રચારકના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ અને બોલવાની છટા કોઈ નેતાથી જરા પણ કમ નથી. સાથે તેણે કેસરિયો ખેસ પણ ઘારણ કરેલો છે.

એકદમ નેતાના અંદાજમાં ભાષણ આપી રહેલી આ બાળકી પીએમ મોદીની સૌથી નાની ફેન છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરેન્દ્રનગરમાં મોદીની સભામાં ભાજપના સૌથી નાના પ્રચારકની મુલાકાત થઈ હતી. આ બાળકી કિરીટસિંહ રાણાના ભાણીબા આદ્યાબા છે, લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબાએ સભા પૂરી થયા બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

Published by:rakesh parmar

First published:

Tags: 2018 assembly election, Assembly Election, Assembly Election 2022, PM Modi પીએમ મોદી





Source link

Leave a Comment