AAP workers Bullying in news18 Gujarati live programme


કચ્છ: ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છવાયો છે ત્યારે રાજ્યનું રાજકારણ પણ ગરમાવવા લાગ્યુ છે. માંડવીમાં ન્યૂઝ18 ગુજરાતીના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની ગુંડાગીરી સામે આવી છે. માંડવીના દરિયાકાંઠે ન્યૂઝ18 ગુજરાતીનો કાર્યક્રમ ચાલુ હતો. જ્યાં આપના કાર્યકર્તાઓએ વચ્ચે આવી કાર્યક્રમ બગાડવાનો પ્રયાસ કર્યો છે. આ લોકોએ મહિલા એન્કર સાથે પણ ખરાબ વર્તન કર્યુ છે.

લાઇવ કાર્યક્રમમાં આપની ગુંડાગીરી

આ અંગે વધુ વિગતો પ્રમાણે, માંડવીમાં NEWS18 ગુજરાતીના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. જે આખી ઘટના કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી. માંડવીના દરિયાકિનારે ચાવી રહેલા લાઇવ કાર્યક્રમ ‘સત્તાનો સંગ્રામ’ દરમિયાન આપના કહેવાતા કાર્યકરોએ ગુંડાગીરી કરી હતી. તેઓએ સમગ્ર લાઈવ કાર્યક્રમને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. ચાલુ લાઈવ કાર્યક્રમમાં વચ્ચે આવીને કાર્યકરોએ મહિલા એન્કર સાથે પણ ખરાબ વર્તન કર્યું હતુ. મહિલા એન્કર સાથે ધમકીભર્યા અંદાજમાં વાત કરીને કાર્યક્રમને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

શું આ છે આમ આદમી પાર્ટીની સંસ્કૃતિ?

મહિલાઓની સુરક્ષાની વાતો કરતાં કેજરીવાલ આ દ્રશ્યો જોઈ લે કે કેવી રીતે તેમના ગુંડાતત્વો ભાન ભુલીને પ્રતિષ્ઠિત ચેનલના મહિલા એન્કર સાથે ખરાબ વર્તન પણ કર્યું. ગુજરાત આપના કાર્યકરો જાહેરમાં લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા હતા. મહિલાઓની સુરક્ષાની વાતો કરતી આમ આદમી પાર્ટીને આ દ્રશ્યો જોઈને શરમ આવવી જોઈએ. આપના કાર્યકર્તાઓ આખરે ચાલુ કાર્યક્રમમાં માઈક સાથે પહોંચીને તેઓ શું સાબિત કરવા માગતા હતા તે જોવું રહ્યું. સવાલ એ પણ થાય છે કે, શું આ છે આમ આદમી પાર્ટીની સંસ્કૃત્તિ? એક મહિલા સાથે આ રીતનું વર્તન કરનાર આ કહેવાતા આપના ગુંડાઓને ગુજરાતની જનતા જોઈ લે, કારણ કે, આ પ્રકારનું વર્તન અને વ્યવહાર નીંદનીય છે.

આ બાદ ભાજપ, કોંગ્રેસના નેતાઓએ પણ ઘટનાને વખોડીને આપના કાર્યકર્તાઓને આડે હાથે લીધુ છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat AAP, Gujarat Elections, ગુજરાત



Source link

Leave a Comment