પહેલા મને ક્યારેય ડાયપર બદલવામાં આટલી મજા નહોતી આવી
સલદાનાએ જણાવ્યું કે, “હું તે ક્ષણને ભૂલી શકતી નથી જ્યારે મને અવતારની ટીમનો ફોન આવ્યો હતો. મને યાદ છે કે જ્યારે જીમે મને કોલ કર્યો હતો અને મને કહ્યું હતું કે આ ફિલ્મ માટે મારી પસંદગી કરવામાં આવી છે. “જીમે કહ્યું કે - હું ઇચ્છું છું કે તમે નેયાત્રિની ભૂમિકા નિભાવ. આ સમયે કંઇક એવું હતું કે તે સમયે હું મારી ભત્રીજીનું ડાયપર બદલી રહી હતી અને હકીકતમાં હું તમને એ પણ જણાવી દઉં કે આ પહેલા મને ક્યારેય ડાયપર બદલવામાં આટલી મજા નહોતી આવી. આ વાત કહેતી વખતે અભિનેત્રી ખૂબ જોરજોરથી હસવા લાગી હતી.
ફિલ્મનું શૂટિંગ બીચની આસપાસ કરવામાં આવ્યું છે
‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ફિલ્મમાં સલદાના ઉપરાંત કેટ વિન્સલેટ, સેમ વર્થિંગ્ટન, સ્ટીફન લેંગ, મિશેલ રોડ્રિગ્યુઝ, વિન ડીઝલ પણ છે. જેમ્સ કેમેરોનની આ ફિલ્મ 16 ડિસેમ્બરે થિયેટરોમાં આવશે. આ વખતે આ ફિલ્મનું શૂટિંગ બીચની આસપાસ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ વખતે આ ફિલ્મને સંપૂર્ણપણે દરિયાઇ ફ્લેવર આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મનો બીજો ભાગ 1900 કરોડમાં તૈયાર કરવામાં આવ્યો છે.
અવતારના પહેલા ભાગે થિયેટરોમાં જબરદસ્ત કમાણી કરી હતી
અવતારના પહેલા ભાગે થિયેટરોમાં જબરદસ્ત કમાણી કરી હતી. આ પછી જ નિર્માતાઓએ અવતારની સિક્વલ બનાવવાનું વિચાર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, 1800 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવેલા અવતારનું વર્લ્ડવાઇડ કલેક્શન 20 હજાર 368 કરોડ રૂપિયા હતું, જેણે મનોરંજન ઇન્ડસ્ટ્રીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. હવે જોવાનું છે કે ફિલ્મનો બીજો ભાગ કેટલી કમાણી કરે છે અને આ ફિલ્મને દર્શકોનો કેવો પ્રતિસાદ મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર