51 ટીમમાંથી 20 ટીમને તેમની ડિઝાઇનના આધારે પસંદગી કરાઈ
એરોથોન સ્પર્ધાને બે તબક્કામાં વહેંચવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં 51 ટીમમાંથી 20 ટીમને તેમની ડિઝાઇનના આધારે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે બીજા તબક્કામાં જે ટીમએ ડ્રોનનું નિર્માણ કર્યું હતું અને તેને પૂર્ણ કર્યું હતું. આ માટે તકનીકી પ્રસ્તુતિ, તકનીકી નિરીક્ષણ અને ફ્લાઇટ રાઉન્ડ દ્વારા અનુસરવામાં આવતી મિશન આવશ્યકતાઓ રજૂ કરવામાં આવી હતી.
SJC ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ચિકબલ્લાપુર ખાતે પ્રતિનિધિત્વ કર્યું
ટીમે દેશભરની ટોચની 20 ટીમમાંથી પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કા માટે યુનિવર્સિટીની 10 સભ્યોની ટીમે S J C ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ચિકબલ્લાપુર, કર્ણાટક ખાતે તેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ સખત પ્રયાસોના અંતે ટીમને શ્રેષ્ઠ મેન્યુઅલ ફ્લાઇટ મિશન માટે એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ટીમે તેના લક્ષ્ય પર સૌથી સચોટ પેલોડ ડ્રોપ કરીને INR 25,000 નું રોકડ ઇનામ પણ જીત્યું છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Students