SOGની કસ્ટડીમાં આવેલા આરોપી મયુરસિંહ ઉર્ફે મોનુ ક્ષત્રીય છે. જે ગેરકાયદેસર કોડીન ફોસફેટ ડ્રગ્સનુ કન્ટેન ધરાવતી કફ સીરપનુ ગેરકાયદે વેચાણ કરતા ઝડપાયો છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ઠક્કરબાપા નગર નજીક હરીજન સિંધી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની દુકાન નંબર 20માં ગેરકાયદે કફ સીરપનું વેચાણ ચાલે છે. જેના આધારે રેડ કરતા મયુરસિંહ ક્ષત્રીય મળી આવ્યો હતો અને દુકાનમાં સર્ચ કરતા 1255 નંગ કફ સીરપની બોટલ મળી આવી હતી. SOGએ આરોપીની ધરપકડ કરીને કફ સીરપના જથ્થા સહિત રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો- કોલેજિયન યુવતીએ હોસ્ટેલમાં આપઘાત કર્યાના 4 માસ બાદ થયો મોટો ઘટસ્ફોટ
પકડાયેલા આરોપી મયુરસિંહ ક્ષત્રિય એન્જિનિયરીંગનો વિદ્યાર્થી છે. આરોપીના પિતા અશોકસિંહ ક્ષત્રીય મેડિકલ દવાઓનું લાઇસન્સ ધરાવતા હતા. તેઓની દવાઓનું વેચાણ માટે મેડિકલ સ્ટોર હતી. પરંતુ આ લાયસન્સ રીન્યુ નહીં થતા તે રદ થયું હતું. આરોપીએ કફ સીરપના નશાનો વેપાર કરવા અલગથી દુકાન લઈને તેનો ધંધો શરૂ કર્યો હતો. અને કફ સીરપનો નશો કરતા વ્યક્તિઓને ટાર્ગેટ કરીને 10-15 નંગનું છૂટક વેચાણ કરતો હતો. છેલ્લા એક વર્ષથી આરોપીઓ કફ સીરપનો ધંધો કરતો હતો. આ નેટવર્કમાં આરોપી મયુરસિંહ સાથે તેના પરિવારના અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકની રોમિયોગીરી, કોલેજ પાસે યુવતીને કર્યા અડપલાં
SOG ક્રાઇમે કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ કરીને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ કફ સીરપ ક્યાંથી લાવ્યો હતો. અને કફ સીરપના ડિસ્ટ્રીબ્યુશન કરનારની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્ત્વનુ છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad police, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, ગુજરાત