નવરાત્રીના દરેક દિવસમાં કંઈક ડીફરન્ટ લુક મેળવવા માટે મહિલાઓ, પુરુષો અલગ-અલગ ટેટૂ બનાવડાવતા હોય છે. મહિલાઓની સાથે હાલ પુરુષો પણ વિવિધ ટેટૂ બનાવડાવીને ગરબે ઘુમવા જતા હોય છે. આ વર્ષે નવરાત્રિમાં ફ્લાવર્સ, ફેધર, ખૈલાયાઓ, બટરફ્લાય જેવી અનેક ડિઝાઇન ટેટૂનો ક્રેઝ છે. આ વખતે નવરાત્રિ દરમિયાન પરમેન્ટન્ટ ટેટૂનો ભાવ વધી ગયો છે આ વર્ષે ટેટુના 1 ઇંચ ના ભાવ 500થી 1000 થઈ ગયા છે. જે કોરોના પહેલા 300થી 400 હતા.
મોટાભાગના લોકો રિસ્ટ, એંકલ, હાથ પર ટેટૂ બનાવવાની માંગ કરી રહ્યા છે. જેથી તેમનું ટેટૂ વધુ હાઈ લાઈટ થાય. તેમના પહેરેલા કપડાં અને આભુષો મુજબ દેખાઈ આવે. આ અંગે ટેટૂ આર્ટિસ્ટ મનાલી ક્ષત્રિયના કહેવા પ્રમાણે, બે વર્ષ બાદ જ્યારે નવરાત્રી યોજાશે, ત્યારે આ વખતે મોંઘવારી પણ વધી છે. મટીરિયલના ભાવ બમણા થઈ ગયા છે. જેને કારણે અચાનક ટેટૂના ભાવ પણ વધી ગયા છે. જોકે, એકલદોકલ નહીં લોકો ગ્રુપમાં જ બુકિંગ કરાવતા હોય છે. જેને કારણે એક સરખા ટેટૂ સાથે થીમ બેઇઝ ગરબા કરી શકે.
આ પણ વાંચો: Navratri 2022: નવરાત્રિને લઈ પોલીસ સજ્જ, વાહન પાર્કિંગ માટે ખાસ પ્લાન
તહેવારોની ઉજવણી પૂરા ઉત્સાહથી કરવી જોઈએ પરંતુ આ વર્ષે ટેટૂમાં મોઘવારી નડશે. બીજી બાજુ લોકો ટેમ્પરરી ટેટૂ બનાવી રહ્યા છે. જેનો ભાવ વધ્યો નથી. જોકે, આ વચ્ચે હાલ અમદાવાદના લગભગ 100થી પણ વધારે બ્યુટી પાર્લરમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. સાંજના સમયે તૈયાર થઈને ગરબે રમવા માટે યુવાનો પાર્લરમાં જઈને તૈયાર થવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી કેટલાક બ્યુટી પાર્લરમાં આઠમ સુધીનું બુકિંગ ફીક્સ થઈ ગયું છે. આ અંગે ઘાટલોડિયા વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતા બ્યુટીશન પારુલ મિસ્ત્રીનું કહેવું છે કે, નવરાત્રી દરમિયાન પરસેવો ન થાય તે માટે યુવતીઓ બ્યુટી પાર્લરમાં આવીને તૈયાર થવાનું વધારે પ્રિફર કરે છે. જેને લઈને આ વખતે આઠમ સુધી પાર્લર બુક થઈ ગયું છે.
આ વર્ષે નવરાત્રિમાં બ્યુટી પાર્લર 25% ઓફર આપીને ગરબા ખેલૈયાઓને આકર્ષે છે. બીજી તરફ, ટેટૂમાં ભાવ વધારો લોકોને મોંઘવારીના ડામ આપી રહ્યો છે. પરંતુ નવરાત્રીને એન્જોય કરવા ચણિયાચોળીનો ભાવ વધારો હોય કે ટેટૂનો લોકો પૈસા ખર્ચતા અટકતા નથી. જેને લઇને વેપારીઓમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છે.
માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ આજે નોન ગુજરાતીઓના પણ ગરબા અને નવરાત્રિ ફેવરિટ બન્યા છે. ખેલૈયાઓના કહેવા પ્રમાણે ગુજરાતમાં જન્મતાની સાથે જો ગુજરાતી સંસ્કૃતિને અપનાવી ન શકે તો તમે ગુજરાતમાં રહેતા હોવાનું ગૌરવના અનુભવી શકો. ગુજરાતીઓ નોન ગુજરાતીઓને આવકાર આપીને ગરબામાં સામેલ કરે છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Garba, Gujarat News, Navratri 2022, Tattoo