બીજી બાજુ, બે વર્ષ બાદ નવરાત્રી તેના ઓરિજનલ રંગમાં દેખાશે. જેને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાનાર નવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કુલ 8 ગેટ બનાવવામાં આવશે. આ તમામ ગેટને હેરિટેજ લૂક આપવામાં આવશે. અટલ બ્રિજની છબી પણ નવરાત્રી મહોત્સવમાં જોવા મળશે. નવરાત્રીમાં વરસાદની આગાહીને જોતા GMDC ગ્રાઉન્ડ પર 15 વોટરપ્રૂફ ડોમ પણ બનાવવામાં આવશે. આ વખતે હેરિટેજ લૂકમાં GMDC નવરાત્રી મહોત્સવ જોવા મળશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલ તૈયારીઓના ભાગ રૂપે સ્ટેજ બનાવી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલબિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો તેની પણ રેપ્લિકા જીએમડીસી ગ્રાઉન્ડમાં બરોબર વચ્ચે જોવા મળશે. જોકે, આ રેપ્લિકા અને કોઈ અડે નહીં તે માટે તેને ચારે બાજુથી કવર કરવામાં આવશે બીજી તરફ VVIP માટે પણ વિશેષ પ્રકારે ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટ: બાળકીને બચાવવા જતા પાંચ મહિલા પાણીમાં ડૂબી
બે વર્ષ બાદ યોજાઈ રહેલી નવરાત્રી નિર્વિઘ્ને યોજાય તેવી ખેલૈયાઓ આશા તો સેવી રહ્યા છે પરંતુ વરસાદ વિલન બને તેવી સંપૂર્ણ સંભાવના છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવરાત્રીમાં વરસાદને લઈ મોટી આગાહી વ્યક્ત કરી છે. સપ્ટેમ્બરના અંત ભાગ અને ઓક્ટોમ્બરના શરૂઆતના ભાગમાં ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે. જોકે, અંત સમયે થંડર સ્ટ્રોમ એક્ટીવિટીના કારણે વરસાદ દેખા દેશે. જેને લઈ નવરાત્રીમાં જ વરસાદના આગમનનું અનુમાન છે. નોરતામાં વરસાદના સમાચારને લઈ ખેલૈયાઓમાં ભારે નિરાશા છવાઈ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Garba, Gujarat News, Navratri 2022