મળતી માહિતી પ્રમાણે આરોપી મહિલા 20 દિવસ પેહલા પોતાના ભાઈ સાથે કારમાં નીકળી સેટેલાઈટમાં આવેલ શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ હરિત ઝવેરીના ત્યાં મુલાકાત લઈ સોનાના દાગીના જોવાના બહાને સોનાની બંગડી નજર ચૂકવીને ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેને લાઈન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો- મોદી સરકારે અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં 25 ખરબ રૂપિયા નાખ્યા
આ દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરતા અન્ય માહિતી પણ સામે આવી છે કે, મહિલા અગાઉ રાજસ્થાન, દિલ્હી, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અનેક જ્વેલર્સના દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગઈ છે અને તે સિવાય વર્ષ 2020માં એલિસબ્રીજ અને સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરીના કેસમાં પકડાઈ ગયેલ છે અને જે મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- માત્ર બે મિનિટમાં તસ્કરે ATM માંથી લાખો રૂપિયાની ઉઠંતરી કરી
હાલમાં આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આ મહિલા આ સિવાય અન્ય કોઈ ગુનાઓ કરી છે કે કેમ અને આ મહિલા સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ કિસ્સાથી અન્ય જ્વેલર્સના માલિકોને સાવધાન રેહવાની જરૂર છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime branch, Ahmedabad Crime latest news, અમદાવાદ, ગુજરાત