Ahmedabad Firing death injured crime


અમદાવાદ: શહેર ફરી એક વાર ગુનેગારોના હવાલે થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સરદારનગરમાં ફાયરિંગ થયાના ગણતરીના દિવસોમાં જ ગોમતીપુરમાં પણ અડધી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે એક વ્યક્તિને છરી વાગતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદના ગોમતીપુરના ગજરા કોલોનીમાં એક એવો ગંભીર બનાવ સામે આવ્યો કે, પોલીસને અહીં કેમ્પ રાખવો પડી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ચાર લોકોએ કારમાં આવી એક યુવક પર છરીથી હુમલો કરી દીધો અને અન્ય એક યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કરતા હિતેશ વાઘેલાનું મૃત્યુ થયું હતું.

આરોપીઓએ હિતેશ નામના વ્યક્તિએ પર એર રાઉન્ડ ફાયરિંગ કર્યુ અને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. આરોપી મહેશ ઉર્ફે સુલતાનને અહીં રહેતા ભાવેશ નામના યુવક સાથે અંગત અદાવતમાં બબાલ થઈ હતી. જેની દાઝ રાખી આરોપી મહેશ ઉર્ફે સુલતાન, ધમો ઉર્ફે ધર્મેશ અને અન્ય બે લોકોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ભાવેશને કઈ ન થયું પણ હિતેશને ગોળી વાગતા મૃત્યુ થયું અને જીતેન્દ્ર ચાવડાને છરી વાગતા ઇજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: વિદેશ જવા અખબારમાં આવેલી જાહેરાતથી ન ભરમાશો

આરોપીઓએ પહેલા જીતેન્દ્રને છરી મારી બૂમાબૂમ કરી હતી. બાદમાં ફાયરિંગ કરી હિતેશની હત્યા કરી નાંખી. મૃતક અને ઇજાગ્રસ્ત માત્ર ભાવેશ કે જેના પર આરોપીઓને દાઝ હતી તેની સાથે માત્ર હાજર હતો. ત્યારે નિર્દોષ વ્યક્તિઓ પર હુમલો કરી ફાયરિંગ કરી એકની હત્યા કરનાર મહેશ ઉર્ફે સુલતાન અને ધમો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં નવરાત્રીમાં ચોમાસું બનશે વિલન?

હાલ પોલીસ આ ચારેય લોકોની શોધમાં છે. બીજી તરફ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક અને મૃતકના પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. તો બીજીતરફ પોલીસને એવી પણ શંકા છે કે, આરોપીઓએ માત્ર અંગત અદાવતમાં આ ઘટનાને અંજામ નથી આપ્યો. સુલતાનને કોઈ વ્યક્તિ સાથે એક સ્ત્રી સાથેના સંબંધ બાબતે ચકમક ચાલતી હોવાથી ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આવનાર સમયમાં આરોપીઓ પકડાયા બાદ આ ઘટના પાછળનું સાચું કારણ સામે આવશે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Crime news, અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત, હત્યા



Source link

Leave a Comment