‘હવેથી જે કોઇપણ હોય તે સુધરી જજો’
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર ખાતે રહેતા શ્રવણ ઠાકોરે રામોલ પોલીસ સ્ટેશનમાં સાગર સોની, નિરંજન સોની, હિમાંશુ સોની અને નરેશ સોની વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. શ્રવણ અને તેના પિતા મનુભાઇ બન્ને રિક્ષા ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. શ્રવણની સામે નરેશ સોની અને તેના પરિવાર રહે છે. ગઇકાલે મનુભાઇની રિક્ષાનો સાઇડ ગ્લાસ તેમજ પાટીયાની પટ્ટી કોઇએ તોડી નાખી હતી. જેથી શ્રવણ ઉશ્કેરાયો હતો અને ઘરની બહાર ઉભો રહીને બોલ્યો હતો કે, અમરી રિક્ષાનો સાઇડ ગ્લાસ તેમજ પાટિયાની પટ્ટીને નુકસાન કોણે કર્યુ છે, હવેથી જે કોઇપણ હોય તે સુધરી જજો.
આ પણ વાંચો: ક્રિકેટ મેચમાં સટ્ટો રમીને નસીબ અજમાવતા બે ખેલીઓને પોલીસે ઝડપી લીધા
‘ખોટા નામ લઇશ તો મારી નાખીશું’
શ્રવણ ખુલ્લી ધમકી આપીને ધંધો પર જતો રહ્યો હતો, ત્યાર બાદ સાંજે શ્રવણ તેની પત્ની, મમતા અને સસરા જગડુભાઇ ઘરે હાજર હતા ત્યારે નરેશ સોની તેના પુત્ર નિરંજન, હિમાંશુ અને સાગરને લઇને આવ્યા હતા અને ગાળો બોલીને બબાલ કરવા લાગ્યો હતો. જોતજોતામાં મામલો એટલી હદે બિચક્યો કે ચારેય જણાએ ભેગા થઇને શ્રવણ પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાનમાં સાગર તેના ઘરેથી છરી લઇને આવ્યો હતો અને શ્રવણના માથા પર મારી દીધી હતી. ત્યાર બાદ મમતા અને જગડુભાઇ ઉપર પણ છરી વડે હુમલો કરી દીધો હતો. શ્રવણ, મમતા અને જગડુભાઇ ઇજાગ્રસ્ત થતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. જ્યાં આરોપીઓએ ધમકી આપી હતી કે, ખોટા નામ લઇશ તો મારી નાખીશું. ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રામોલ પોલીસે સમગ્ર મામલે પિતા અને ત્રણ પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News