AHMEDABAD: In Gomtipur, two people who fired and killed in personal enmity were arrested


અમદાવાદ: અંગત અદાવતમાં યુવક પર ફાયરિંગ કરી હત્યા કરનાર બે આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને તેના સાગરીતો સાથે મળી ફાયરિંગ કર્યું હતું. તેમજ પ્રવાહી ભરેલી કાચની બોટલો ફેંકી નાસી ગયા હતા. રવિવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી ગુજરાત કોલોનીમાં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે મહેશ વાઘેલા અને ધર્મેશ વાલેરા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તલ, છરી અને સ્કોડા કાર પણ કબજે કરી છે. આરોપીઓએ અંગત અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.

પકડાયેલ આરોપી મહેશ વાઘેલાને તેની ચાલીમાં રહેતા ભાવેશ સોલંકી સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને મહેશ તથા તેનો મિત્ર ધર્મેશ ઉર્ફ ધમો તથા સાહિલ અને વિજય મકવાણા ભેગા મળીને પોતાની સ્કોડા કાર તેમજ એકટીવા પર આવીને રિવોલ્વોર વડે ફાયરિંગ કરી હિતેશ વાઘેલાને લમણાના ભાગે ઇજાઓ કરી હતી જ્યારે જીતેન્દ્ર ચાવડાને જાંઘના ભાગે છરી મારીને ઇજા પહોંચાડી હતી. આરોપીઓ પ્રવાહી ભરેલ કાચની બોટલો પણ ફેંકી નાસી ગયા હતા. સારવાર દરમિયાન હિતેશ વાઘેલાનું મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો: રાજ્યનું એક શહેર એવું છે જ્યાં હજુ લોકો માસ્ક પહેરે છે, શું છે આ માસ્કનું કારણ?

પકડાયેલ આરોપી મહેશ ઉર્ફે સુલતાન વાઘેલાના ગુનાહિત ઇતિહાસની વાત કરી એ તો, વર્ષ 2012માં નારણપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનામાં, વર્ષ 2016થી 2020 સુધીમાં વાડજ પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ઈંગ્લીશ દારૂના કેસમાં, વર્ષ 2020માં વાડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં અને વર્ષ 2021માં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના કેસમાં પકડાઈ ચૂકેલ છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News



Source link

Leave a Comment