મુંબઈ ખાતે રહેતા અને કાપડ ડિઝાઇનરનું કામ કરતા ઇમરાન સૈયદ 29 ઓગસ્ટના દિવસે ભુજ રેલવે સ્ટેશનથી રાત્રે 10:35 કલાકે સયાજી નગરી ટ્રેનના કોચ નંબર એસ 8 સીટ નંબર 7 પર તે તથા તેમના પરિવારના સભ્યો મુંબઈ જવા માટે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ઉભી રહેતા ફરિયાદી ચા લેવા માટે બેગમાં રાખેલ પર્સ લેવા જોયું તો બેગમાં પૈસા નહોતા. જેમાં રૂપિયા ઉપરાંત સોનાની ચેન, લોકેટ તેમજ એક મોબાઇલ ફોન પણ હતો. જે તમામ વસ્તુઓ અને રોકડ રકમ મળી ને કુલ રૂપિયા 1,37,900ની થાય છે.
આ પણ વાંચો: લાઇટ બીલ ભરો નહીં તો કનેક્શન કપાઈ જશે: આવા મેસેજ-કોલથી ચેતજો, એકાઉન્ટ થઇ જશે ખાલી
જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે ફરિયાદીને આશંકા છે કે તેમની નીંદર અને તકનો લાભ લઈને કોઈએ પર્સમાંથી રૂપિયા અને કિંમતી વસ્તુઓ કાઢી લીધી છે.
જોકે, કેટલાક દિવસ અગાઉ અમદાવાદ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક યુવક-યુવતીની ધરપડક કરી હતી. જે બંને આરોપીઓ ટ્રેનમાં અંધારાનો લાભ લઇને મુસાફરોની બેગમાં રહેલી રોકડ રકમ કે કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News