ગઇકાલે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટી-20 મેચ હતી. જેમાં સટ્ટોડીયાઓ મનમુકીને સટ્ટો રમયા હતા. ત્યારબાદ નામ્બીયા અને યુએસએ વચ્ચે પણ મેચ હતી જેમાં કેટલાક સટ્ટોડીયાઓએ પોતાની કિસ્મત અજમાવી હતી. ક્રિકેટ મેચ આવે એટલે પોલીસ સટ્ટોડીયાઓને શોધવા માટે નીકળી પડતી હોય છે. ત્યારે બે સટ્ટોડીયા એરપોર્ટ પોલીસના હાથે લાગી ગયા છે. એરપોર્ટ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે કુબેરનગર માયા સિનેમા પાસેથી ભરત ઉર્ફે બંટી કોરાણી નામનો યુવક સતત મોબાઇલમાં એક્ટીવ હતો. પોલીસે તેની અટકાયત કરીને મોબાઇલ ચેક કરતા તેમાથી સટ્ટાની એપ્લીકેશન નીકળી હતી.
આ પણ વાંચો: આરીઝ ખંભાતાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન
ભરત મોબાઇલમાં યુએસએ અને નામ્બીયાની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય એરપોર્ટ પોલીસે સરદારનગર વિસ્તારમાં એક રિક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી છે જે ક્રિકેટ મેચમાં સટ્ટો રમીને પોતાનું નસીબ અજમાવતો હતો. વિસત સર્કલ ખાતે રહેતા અને રીક્ષા ડ્રાઇવીગ કરતા પ્રિયંક પટેલ ગઇકાલે સરદારનગર ખાતે પોતાની રીક્ષામાં બેઠો હતો અને સતત મોબાઇલમાં એક્ટીવ હતો. પોલીસે પ્રિયંકની અટકાયત કરીને મોબાઇલ ફોન ચેક કરતા તે પણ નામ્બીયા અને યુએસએની મેચ પર સટ્ટો રમતો હતો.
પોલીસે પ્રિયંકની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ કરતા સામે આવ્યુ હતું બાપુનગરમાં રહેતા રવિ પટેલ નામના યુવકે ક્રિકેટ સટ્ટાની આડી આપી હતી. પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર