Ahmedabad Police has prepared a special plan for vehicle parking on Navratri


અમદાવાદ: નવરાત્રિના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

બે વર્ષ બાદ આ વખતે ધામધૂમ થી નવરાત્રિ યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- વિપુલ ચૌધરીના અબજો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહારનો થયો ખુલાસો

જોકે રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન અલગ-અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ આ વખતે નવરાત્રિમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની છે, જેમાં ખાસ કરીને બોડીવોન કેમેરા તેમજ ઇન્ટરસેપટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રેધ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે. રાત્રિના સમયે શહેરના મહત્ત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ખાસ શી ટીમ અલગ-અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ભણાવશે. સાથે જ આયોજકોએ બાઉન્સરો ભીડની માત્રા માપમાં રાખવા અને સીસીટીવીનું રેકોર્ડિંગ એક માસ સુધી રાખવા સૂચના આયોજકોને આપી છે.

આ પણ વાંચો- એન્ડઓવર કારથી અકસ્માત સર્જનાર ડીસમીસ પોલીસકર્મી નીકળ્યો

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ શેરી ગરબાના આયોજકોને પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમ જ ઇમર્જન્સી વાહનો પસાર થઈ શકે તે પ્રકારે રસ્તા ખુલ્લા રાખવાની અપીલ કરવામાં આવી છે. તો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી GMDC ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગરબામાં માં અંબાના દર્શન કરવા આવનારા હોવાથી ત્યાં પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad police, Chaitra navratri, Chaitri navratri 2022, Gupt Navratri 2022, નવરાત્રી



Source link

Leave a Comment