અજય દેવગને શેર કરેલા આ વિડીયોમાં સ્મોકિંગની વાત કરવામાં આવી છે. પોસ્ટમાં બે વિડીયોની ક્લિક એક સાથે જોડીને શેર કરવામાં આવ્યો છે. વિડીયોની પહેલી ક્લિપમાં કાજોલ દેખાય છે. વિડીયોમાં બતાવવામાં આવ્યું કે, કાજોલ ફોન પર કોઇની સાથે વાત કરે છે ત્યારે એક મહિલા આવે છે અને કહે છે કે, મેમ અહિંયા સ્મોકિંગ કરવાની મનાઇ છે. મહિલાની વાત સાંભળીને કાજોલ સિગારેટ દેખાડતા જવાબ આપતા કહે છે કે, તમને બળતરા થાય છે કે શું? આ વિશે મહિલા પોતાના જવાબમાં જણાવે છે ‘ના’. પછી કાજોલ પોતાના આગવા અંદાજમાં કહે છે કે તો પછી? આમ, વિડીયોની બીજી ક્લિપમાં અજય દેવગન પણ એક વ્યક્તિને આ રીતે સવાલના જવાબ આપતા પોતાનો આગવો અંદાજ દેખાડે છે.
આ પણ વાંચો: KBC 14માં રૂ. 50 લાખ જીત્યો કાનપુરનો વેલ્ડિંગ કારીગર
કપલનો આ વિડીયો થઇ રહ્યો છે વાયરલ
અજય આ વિડીયોને ફેન્સની સાથે શેર કરતા કેપ્શનમાં કાજોલને ટેગ કરતા લખે છે કે…@kajol એ મને હરાવી દીધો. અજયની આ પોસ્ટ ફેન્સને ખૂબ જ ગમી ગઇ છે. આ વિડીયો જોઇને લોકો ખડખડાટ હસી રહ્યા છે. એક્ટરની આ પોસ્ટને અડધો કલાકની અંદર એક લાખ 41 હજારથી પણ વધારે લોકોએ રિસપોન્સ આપ્યો છે.
આ પણ વાંચો: ‘તારક મહેતા’ ના જેઠાલાલ અમેરિકામાં ફરી રહ્યા છે
અજયની અપકમિંગ ફિલ્મ
તમને જણાવી દઇએ કે, અજય દેવગન અને કાજોલ બોલિવૂડની એક એવી જોડી છે જેનું બોન્ડિંગ ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યું છે. જ્યારે પણ અજય-કાજોલની તસવીર કે વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે ત્યારે લોકોને ખૂબ પ્રેમથી વધાવી લે છે. ઉલ્લેખનીય છે કે, અજય દેવગન આ દિવસોમાં સાઉથની ‘કૈથી’ હિન્દી રિમેક ‘ભોલા’માં વ્યસ્ત છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajay devagan, Bollywod, Kajol, મનોરંજન