all three accidents the car got burnt


અંબાજી: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે રાજ્યમાં ત્રણ સ્થળે અકસ્માતની ઘટનાઓ બની છે. અંબાજી કૈલાશ ટેકરીના ઢાળમાં બે કાર વચ્ચે અકસ્માત થતા એક કાર ભડકે બળી ગઈ હતી. અંબાજીમાં ઇકો અને ડસ્ટન રેડિગો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રેડિગો કારમાં મોટા ધડાકા સાથે આગ ફાટી નીકળતા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે ડ્રાઈવરે સમય સુચકતાથી પોતાની જાન બચાવી ઘટના સ્થળથી ફારાર થઈ ગયો હતો.

આગ લાગતા કાર બળીને ખાક

અકસ્માતમાં GJ 02 IC 1216 નંબરની રેડિગો કાર બળીને થઈ ખાક થઈ ગઈ હતી. અકસ્માત થતા મંદિર ટ્રસ્ટનું ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચ્યી આગને લીધી કાબુમાં લીધી છે. બે કાર અથડાતા બે મુસાફરોને ઇજા થઈ છે, જ્યારે અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં બે કાર અથડાતા હાઇવેનો એક તરફના માર્ગ પર વાહન વ્યવહાર અટવાયો હતો. જેની વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ હતી.

આ પણ વાંચો: VIP ચોર પ્લેનમાં સુરત આવીને નોકર તરીકે કરતો હતો કામ

અકસ્માતમાં બે લોકોના મોત

કચ્છના પડાણા-વરસાણા વચ્ચે અજાણ્યા વાહને રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોનાં મોત થયાના પર સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં બે લોકોના મોત સાથે 4થી 5 ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાળુઓ માતાના મઢ તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા હતો અને રસ્તામાં જ તેઓને અકસ્માત નડ્યો હતો.

વાનમાં અગમ્ય કારણોસર લાગી આગ

સુરેન્દ્રનગરની નલીંબડી નવયુગ સોસાયટીમાં ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે ચાલુ વાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. ડ્રાઈવર અને ગાડીમાં બેઠેલા અન્ય મુસાફરોનો આબાદ બચાવ થતા જાનહાનિ ટળી ગઈ હતી. સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. વાનમાં અચાનક આગના કારણે વાન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.

તમારા શહેરમાંથી (સુરેન્દ્રનગર)

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

Published by:Vimal Prajapati

First published:

Tags: Accident News, Accidents, Car accident, Kutch, Surendranagar, અંબાજી



Source link

Leave a Comment